બિહારમાં ફુલવારી શરીફ કેસમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના કનેક્શનને લઈને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) આજે સવારથી બિહારમાં ચાર સ્થળો પર દરોડા પાડી રહી છે. NIAના અધિકારીઓએ આ માહિતી આપી છે.ઉગ્રવાદી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે જોડાયેલા ફુલવારી શરીફ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની ટીમો દરભંગાના શંકરપુર ગામ પણ પહોંચી ગઈ છે. આ સાથે આજે NIAની બે ટીમ દરભંગા પહોંચી હતી. એક ટીમ ઉર્દૂ બજારમાં ભાડાના મકાનમાં રહેતા નૂરુદ્દીન જાંગીના પરિવારજનોની પૂછપરછ કરી રહી છે. બીજી તરફ, બીજી ટીમ જિલ્લાના સિંહવાડામાં શંકરપુરના સનાઉલ્લા ઉર્ફે આકીબ અને મુસ્તકીમના ઘરો પર દરોડા પાડી રહી છે. દરભંગાના ત્રણેય આરોપીઓના ઘરો પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા.
થોડા દિવસો પહેલા, ફુલવારી શરીફ આતંકવાદી મોડ્યુલ કેસની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ કતારથી ક્રિપ્ટોકરન્સીના રૂપમાં પૈસા મેળવતા હતા. પોલીસે કહ્યું હતું કે ફુલવારી શરીફના રહેવાસી માર્ગુ અહેમદ દાનિશ (26)ની 15 જુલાઈના રોજ ભારત વિરોધી વિચારો ફેલાવવા માટે ગઝવા-એ-હિંદ અને ડાયરેક્ટ જેહાદના બે વોટ્સએપ ગ્રુપ ચલાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.પોલીસના એક અધિકારીનું કહેવું છે કે, તપાસ દરમિયાન એકત્રિત કરવામાં આવેલા પુરાવાથી જાણવા મળ્યું છે. દાનિશને કતાર સ્થિત સંગઠન અલ્ફાહીથી ક્રિપ્ટોકરંસીના રૂપમાં કાળું નાણું પ્રાપ્ત થયું હતું.