Satya Tv News

વાલીયાની યુપીએલ યુનિવર્સિટી પાસે સર્જાયો અકસ્માત
ટેન્કર ચાલકે બાઈક સવારને ટક્કર મારતા ગંભીર ઇજાઓ
અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

વાલીયાની યુપીએલ યુનિવર્સિટી પાસે ટેન્કર ચાલકે બાઈક સવારને ટક્કર મારતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી

નાંદોદ તાલુકાના મોટી ભમરી ગામના નિશાળ ફળિયામાં રહેતો 24 વર્ષીય સતીશકુમાર બોબલ વસાવા અંકલેશ્વરની યુપીએલ કંપનીમાં મેડિકલ વિભાગમાં નોકરી કરે છે જેઓ ગતરોજ રાતે પોતાના ઘરેથી પોતાની બાઈક નંબર-જી.જે.22.એમ.4401 લઈ કંપની ઉપર નાઈટ શિફ્ટમાં જવા માટે નીકળ્યો હતો તે દરમિયાન વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર વટારીયા ગામ પાસે આવેલ યુપીએલ યુનિવર્સિટી પાસે પુરપાટ ઝડપે ધસી આવેલ ટેન્કર નંબર-એમ.એચ.05.એ.એમ.0873ના ચાલકે બાઈક સવાર સતીશકુમાર વસાવાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં યુવાનને ઇજાઓ પહોંચી હતી ઇજાઓને પગલે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે 108 સેવાની મદદ વડે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડિઓ જર્નલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા

Created with Snap
error: