Satya Tv News

બેંગાલુરુ : કર્ણાટકમાં છેલ્લા બે સપ્તાહમાં ત્રણ હત્યાઓની ઘટના સામે આવી છે. એક પછી એક હત્યાની ઘટનાને પગલે મેંગાલુરુમાં પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. સાથે જ કર્ણાટકના મુખ્યમંત્રી દ્વારા સમગ્ર પરિસ્થિતિની જાણકારી મેળવવા માટે રિવ્યૂ મીટિંગ યોજવામાં આવી હતી. ખાસ કરીને કર્માટક અને કેરળ સરહદે વિવાદને લઇને મુખ્યમંત્રી દ્વારા આ બેઠક યોજવામાં આવી હતી.

મંગળવારે રાત્રે ભાજપ યુવા મોર્ચાના એક્ટિવિસ્ટ પ્રવીણ નેટ્ટારની હત્યા કરી દેવામાં આવી હતી, જ્યારે ગુરુવારે રાત્રે મોહમ્મદ ફાઝિલની પણ હત્યા થઇ ગઇ હતી. ગુરુવારે રાત્રે સુરાતકાલ જિલ્લામાં રાત્રે થયેલી હત્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. આ હત્યામાં ચારથી પાંચ લોકો સામેલ છે. જેને પગલે સુરાતકાલમાં ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. અને અત્યાર સુધીમાં આ સિલસિલેવાર હત્યાકાંડમાં ૧૨થી ૧૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ એક દિવસ માટે આ વિસ્તારમાં દારુની બધી જ દુકાનોને બંધ કરાવી હતી.

સાથે જ પોલીસે અપીલ કરી છે કે સોશિયલ મીડિયા કે જાહેર મંચ પર કોઇ પણ પ્રકારની હિંસા થાય તેવા નિવેદનો ન આપવા.

છેલ્લા બે સપ્તાહમાં કર્ણાટકમાં હત્યા હત્યાઓને કારણે આ હત્યાઓને એકબીજાની સાથે લિંક કરીને પણ જોવામાં આવી રહી છે. પોલીસે જોકે હત્યાઓને એકબીજા સાથે કોઇ સંબંધ ન હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ ભાજપ યુવા મોર્ચાના નેતાાની હત્યાની તપાસ એનઆઇએ દ્વારા કરવામાં આવશે.

error: