Satya Tv News

ગુજરાતમાં પહેલી વાર બુટલેગરના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયા હોવાનું સામે આવ્યું છે. બુટલેગર નાગદાન ગઢવી અને વિનોદ સિંધીના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે. બંને બુટલેગરના 20 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયા છે. મહત્વનું છે કે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગુરૂગ્રામથી ગુજરાતના લીસ્ટેડ બુટેલેગર નાગદાન ગઢવીને ઝડપી લીધા હતા જે બાદ તેની પાસેથી અન્ય બુટલેગર વિનોદ સિંધી સાથે મળીને ગુજરાતમાં દારૂનુ નેટવર્ક ચલાવતા હોવાની ચોંકાવનારી વિગતો મળી આવી હતી. આ બંનેના 20 બેંક એકાઉન્ટમાંથી 45 કરોડ રૂપિયાના આર્થિક વ્યવહાર મળી આવ્યા છે.

error: