નેપાળની રાજધાની કાઠમંડુમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. અહીં 5.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીએ જણાવ્યું કે, સવારે લગભગ 7.58 પર ઝટકા અનુભવાયા હતા. ભૂકંપ એટલો જોરદાર હતો કે, બિહારના કેટલાય જિલ્લામાં તેની અસર વર્તાઈ હતી. લોકોનું કહેવુ છે કે, તેમને પણ ઝટકા અનુભવાયા હતા.
રવિવારનો દિવસ છે અને રજાનો દિવસ હોવાથી લોકો પોતાના ઘરે જ હતા. ત્યારે આવા સમયે સવાર સવારમાં ભૂકંપના ઝટકાથી લોકોમાં હડકંપ મચી ગયો હતો. ઝટકા આવતા લોકો ઘરોમાંથી બહાર ભાગવા લાગ્યા હતા. સારી વાત એ છે કે, આ ભૂકંપમાં કોઈ જાન માલનું નુકસાન થયુ નથી.