Satya Tv News

ભરૂચમાં NIA, ગુજરાત ATS અને સેન્ટ્રલ IBની ટીમોના ધામા
આમોદ અને કંથારીયામાં રહેતા પિતા-પુત્રની પૂછપરછ શરૂ
ઇન્ટરનેશનલ કોલ ટ્રેસિંગના આધારે એજન્સીઓ સવારે 5 વાગ્યાથી જિલ્લાને ધમરોળી રહી
તપાસ દરમ્યાન હિંટ મળતા એજન્સીઓ ભરૂચ દોડી આવી
કેટલાક ઉર્દૂ સાહિત્યની પણ તપાસ શરૂ કરાઇ

એન્કર :
ભરૂચના આમોદ અને કંથારીયામાં રહેતા પિતા પુત્રની આ મામલે પૂછપરછ શરૂ કરવામાં આવી છે.આમોદના મૌલાના અમિન અને તેના પુત્રની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

વીઓ :
મૌલાના અમિન મદ્રેસામાં બાળકોના આભાસ કરાવતા હોવાની પ્રાથમિક માહિતી છે તો તેમનો પુત્ર આમોદ ખાતે રહેતો હોવાનું બહાર આવ્યું છે. બન્ને પાસેથી કેટલાક વાંધાજનક દસ્તાવેજો પણ મળી આવ્યા છે જેની તપાસ ચાલી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. બન્નેની પૂછપરછમાં કોઈ વાંધાજનક પ્રવૃત્તિ બહાર આવશે તો ગુનો દાખલ કરવામાં આવશે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2021માં હૈદરાબાદ અને તામિલનાડુમાં કેટલાક લોકો દેશ વિરોધી પ્રવૃતિઓમાં ઝડપાયા હતા જેઓની પૂછપરછમાં ગુજરાત કનેકશન બહાર આવ્યું હોવાની શકયતા છે

વિડિઓ જર્નલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: