Satya Tv News

હરિયાણાના રાજકારણમાં કોંગ્રેસી MLA કુલદીપ બિશ્નોઈને લઈને ચાલી રહેલા સસ્પેન્સનો અંત આવી ગયો છે. તેમણે પોતે જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું એલાન કર્યું છે. બિશ્નોઈ ગુરૂવારે સવારે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ જશે. તેની જાણકારી તેમણે ટ્વીટ કરીને આપી છે. મહત્વની વાત એ છે કે, રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ બાદથી જ તેમને લઈને અનેક અટકળો ચાલી રહી હતી.

કુલદીપે મંગળવારે ટ્વીટ કર્યું હતું કે, 4 ઓગષ્ટના રોજ સવારે 10:10 વાગ્યે ભાજપમાં જોડાઈ જશે. તેમણે બીજુ ટ્વીટ કરીને કહ્યું કે, ‘ઘાયલ તો યહા હર પરિંદા હે મગર જો ફિર સે ઉડ સકા વહી જિંદા હે’. તેઓ આજે ચંડીગઢથી MLA ના પદ પરથી રાજીનામું આપશે. જેથી તેમનો પુત્ર ભવ્ય બિશ્નોઈ ભાજપની ટિકિટ પર આદમપુર પેટા ચૂંટણીમાં ઉતરી શકે.

error: