Satya Tv News

GST વધારાની અસર ખેલૈયાઓના ખિસ્સા પર
ગરબા પર લગાડેલા GST બાબતે આમઆદમી પાર્ટીનો વિરોધ
શક્તિનાથ સર્કલ પર ગરબા રમી કર્યો સરકારની નીતિનો વિરોધ

આમઆદમી પાર્ટી ભરૂચ દ્વારા શહેરના શક્તિના સર્કલ પર જિલ્લા પ્રમુખ ઊર્મિબેન પટેલના આગેવાની હેઠળ ગરબા રમી સરકારની નીતિઓનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યું હતું

ગુજરાત સરકાર દ્વારા ઘર પર 18% જીએસટીની જાહેરાત કરવામાં આવી છે જેને લઇ આયોજકો અને ખેલૈયાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.ગુજરાતમાં પરંપરાગત નવરાત્રી પર્વનો ઉત્સવ ઘણા ધામધૂમથી મનાવવામાં આવતો હોય છે.ગુજરાતનો નવરાત્રી ઉત્સવ દેશ વિદેશમાં પ્રખ્યાત છે ત્યારે સરકાર દ્વારા ગરબા 2022 સિઝન માટે સરકારે ગરબાના સિઝન પાસ પર 18 ટકા GST લાદ્યો છે. તેથી આ વખતે ગરબા રમવા મોંઘા પડશે. GST વધારાની અસર ખેલૈયાઓના ખિસ્સા પર પડવાની છે જેના કારણે ગુજરાતભર માં વિરોધ સાથે આક્રોશ જોતા આમઆદમી પાર્ટી દ્વારા ગુજરાત સરકાર ને આ મુદ્દે ઘેરવાના પ્રયાસો ના ભાગરૂપે આમઆદમી પાર્ટી ભરૂચ દ્વારા શહેરના શક્તિના સર્કલ પર જિલ્લા પ્રમુખ ઊર્મિબેન પટેલના આગેવાની હેઠળ ગરબા રમી સરકારની નીતિઓનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યું હતું..

આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા પ્રમુખ ઊર્મિ બેન પટેલ, ગોપાલ રાણા, પિયુષ પટેલ,આકાશ મોદી, અભિલાષ ગોહિલ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

વિડિઓ જર્નલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: