Satya Tv News

ગુજરાત ડ્રાય રાજ્ય તરીકે જાણિતું છે. તેમછતાં અહીં બિન્દાસ દારૂ મળી રહે છે. તાજેતરમાં લઠ્ઠાકાંડના લીધે ફરી એકવાર ગુજરાત ચર્ચામાં આવ્યું છે. લઠ્ઠાકાંડ બાદ પોલીસ સફાળી જાગી ગઇ અને ઠેર ઠેર દરોડા પાડી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. તેમછતાં હજુ દરરોજ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાંથી દારૂ ઝડપાયાના સમાચારો મળી રહે છે. ત્યારે આ બધાની વચ્ચે ગુજરાતમાં શિક્ષણ જગત અને ગુરુ શિષ્યના સંબંધને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનામાં એક ટ્યુશન સંચાલકે ધોરણ 10 ની વિદ્યાર્થીનીને ક્લાસરૂમમાં દારૂ પીવડાવ્યો હોવાનું સામે આવ્યું છે. દારૂ પીતા પીધા બાદ વિદ્યાર્થીની હાલત બગડતાં તેને સાવારવા અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અને આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે આવો જાણીએ શું સમગ્ર મામલો.

પ્રાપ્ત માહિતી અનુસાર સંસ્કારી નગરી તરીકે જાણિતા વડોદરા શહેરમાં અવાર નવાર વિચિત્ર કિસ્સાઓ અને ઘટનાઓ સામે આવે છે. ત્યારે તાજેતરમાં શહેરના નિઝામપુરામાં ટ્યુશન ક્લાસ સંચાલકે વિદ્યાર્થિનીને વોડકા દારૂ પીવડાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાએ વડોદરાને જ નહી પણ સમગ્ર ગુજરાતના શિક્ષણ જગત અને ગુરુ શિષ્યના સંબંધને લાંછન લગાડ્યું છે. બનાવની વાત કરીએ તો ટ્યુશન ક્લાસ સંચાલકે ધોરણ 10 ની વિદ્યાર્થીને ક્લાસ પુરો થયા બાદ એકસ્ટ્રા ક્લાસના બહાને બેસાડી રાખી છે.

ત્યારબાદ આ આરોપી શિક્ષક પ્રશાંત ખોસલાએ વિદ્યાર્થીનીને ક્લાસમાં વોડકા દારૂની બોટલ ખોલીને પીવડાવી હતી અને તેની સાથે શારીરિક અપડલા કર્યા હતા. આરોપી પ્રશાંત અર્પણ કોમ્પલેક્ષમાં એજ્યુકેટ ફર્સ્ટ નામથી ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. વિદ્યાર્થીનીને દારૂનો નશો થતાં પ્રશાંત તેને અર્ધબેભાન અવસ્થામાં ઘરે મુકી ગયો હતો. વિદ્યાર્થિની નશાની હાલતમાં ઘરે પહોંચ્યા બાદ આ વાતનો ખુલાસો થયો હતો. દારૂ પીવાથી વિદ્યાર્થિનીની તબિયત લથડી હતી અને વિદ્યાર્થિનીના મોઢામાંથી ફીણ નીકળતા કંઇક થયું હોવાની માતાને જાણ થઇ હતી. વિદ્યાર્થીની તેને માતા હોસ્પિટલમાં લઈ જતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. વિદ્યાર્થિનીના માતાએ આરોપી પ્રશાંત સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોધાવી ફરિયાદ નોંધાવી છે. આ મામલે આરોપી શિક્ષકની અટકાત કરી લેવામાં આવી છે.

error: