ઈઝરાયલે ફરી ગાઝા પર હુમલો કર્યાનું સામે આવ્યું છે. વિગતો મુજબ ઈઝરાયેલના હુમલામાં ગાઝામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. જોકે મૃતકોમાં પેલેસ્ટિનિયન સશસ્ત્ર જૂથનો ટોચનો કમાન્ડર પણ છે. પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે, મૃતકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. ઇઝરાયેલના હુમલામાં ડઝનબંધ લોકો ઘાયલ પણ થયા છે. ઈઝરાયેલના વડાપ્રધાન યાયર લેપિડે કહ્યું છે કે, પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદ (PIJ)ના ખતરાને ધ્યાનમાં રાખીને આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ સપ્તાહની શરૂઆતમાં PIJ સભ્યની ધરપકડ કરવામાં આવી હતી.