Satya Tv News

એક મીડિયા રીપોર્ટ અનુસાર દલેર મહેંદીને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને આંખની જૂની બિમારીને કારણે તેની સારવાર કરવામાં આવી રહી છે. પંજાબી ગાયક દલેર મહેંદી 20 જુલાઈથી પટિયાલા સેન્ટ્રલ જેલમાં બંધ છે. મળતી માહિતી અનુસાર દલેર મહેંદીએ ગઈ કાલ રાત્રે જેલમાં બ્લર વિઝન એટલે કે ધૂંધળું દેખાવવાની ફરિયાદ કરતા તેને જેલ પ્રશાસનના મેડિકલ બોર્ડનાં ડોકટર પાસે લઇ જવામાં આવ્યા હતા અને એ પછી બોર્ડની ભલામણના આધારે તેને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ એમની સ્થિતિ સ્થિર છે

error: