Satya Tv News

પ્રાથમિક શાળામાં સરપંચ ઝફર ગડીમલે રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો

હાઈસ્કૂલમાં એન.આર.આઈ ઇબ્રાહિમ પટેલે ધ્વજવંદન કર્યું

આઝાદ ભારત ના નાગરિકોએ આઝાદીની મહત્તા સમજવી પડશે : ઝફર ગડીમલ

હાઈસ્કૂલ ના બિલ્ડીંગ ના બાંધકામ માં મદદરૂપ બનવા દાતાઓ ને અપીલ કરાઈ

દેશ ભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ ની ધામ ધૂમ થી ઉજવણી છેલ્લા ત્રણ દિવસ થી કરવામાં આવી રહી છે.

દેશ ના નાગરિકો દ્વારા પોતાના ઘરો ઉપર રાષ્ટ્ર ધ્વજ લહેરાવી દેશ પ્રત્યે ની વફાદારી અને દેશ ભાવના બતાવી હતી.૧૫ મી ઓગષ્ટ ની વહેલી સવાર થી ભૂલકાઓમાં અને મોટેરાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.કોલવણા ગામની પ્રાથમિક શાળા માં સરપંચ ઝફર ગડીમલે રાષ્ટ્ર ધ્વજ ને ફરકાવ્યો હતો.આઝાદી ના પર્વ નિમિત્તે બોલતા ઝફર ગડીમલે જણાવ્યુ હતુ કે આઝાદ ભારત ના નાગરીકો એ આઝાદી ની મહત્તા સમજવી પડશે.તોજ આઝાદી આપણ ને કંઈ રીતે મળી એનો મર્મ સમજી શકાશે.આપણે જવાબદાર નાગરિક તરીકે ફરજ નિભાવી દેશને આર્થિક,સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે મજબૂત બનાવવો પડશે.તો આપણે વિશ્વમાં દેશ ને અડીખમ બનાવી શકીશું.કોલવણા હાઈસ્કૂલ માં ગામના એન.આર.આઈ. ઇબ્રાહિમ પટેલે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી, સલામી આપી દેશ પ્રત્યે નો પ્રેમ પ્રબળ બનાવ્યો હતો.

રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ક્લાસમાં તેમજ અન્ય પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે ટ્રોફી તેમજ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.આ તબક્કે ઉપસ્થિત લોકો અને દાતાઓને હાઈસ્કૂલ બિલ્ડીંગ ના બાંધકામ કાર્ય માં દાન નો ધોધ વહેવાડાવી નેક કામ માં સહભાગી બનવા ખાસ અપીલ કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે કોલવણા હાઈસ્કૂલ માં ધોરણ નવ થી બાર સુધી અભ્યાસ ચાલી રહ્યો છે.શાળા માં આસપાસ ના પાંચ જેટલા ગામો ના છોકરા- છોકરીઓ અભ્યાસ અર્થે આવી પોતાની કારકિર્દી બનાવી રહ્યા છે.રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી માં તલાટી દિનેશભાઇ,અગ્રણી ગુલામ મુસા,અબ્દુલભાઇ ઘંટીવાલા,ઇકબાલ પટેલ,અનવર હાજી,અબ્દુલભાઇ ગોઇડ,શાયરાબેન પઠાણ, ડે. સરપંચ નશીમબેન,ટ્રસ્ટી મંડળ,પંચાયત ના સભ્યો,આચાર્ય,શિક્ષક ગણ, એસ.એમ.સી. અધ્યક્ષ,ઇલ્યાસભાઈ માંજરા તેમજ ગ્રામજનો ઉત્સાહ પૂર્વક જોડાયા હતા.

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા

error: