ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફુલહાર વિધી કરી મેહબૂબ કાકુજી દ્વારા તિરંગા રેલીનું પ્રસ્થાન કરાયુ..
ફુલહાર વિધી બાદ તિરંગા રેલી આમોદ ચાર રસ્તા સુઘીની મુખ્ય માર્ગો ઉપર ફરી હતી
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકાર દ્વારા તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે હરઘર તિરંગા અભિયાન હેઠળ વડાપ્રધાન દ્વારા તમામ નાગરિકોને તેમના ઘર ઉપર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરતા આજ રોજ આમોદ નગર તિરંગા થી છવાય ગયેલ નજરે પડતું હતું.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ આમોદ નગર પાલિકાના અપક્ષ સભ્યો દ્વારા હિન્દુ મુસ્લીમ એકતા સાથે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જે તિરંગા યાત્રા નગર ના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી.દેશભક્તિના ગીતો સાથે નીકળેલી તિરંગા રેલી માં આમોદ નગર ના આગેવાન મેહબૂબ ભાઈ કાકુજી. મહેશભાઈ શાહ. કમલેશભાઈ સોલંકી. શકીલ કાપડિયા. મુકેશ વસાવા. ઉમેશ પંડ્યા. તેમજ આમોદ નગર ના વહેપારીઓ અને નગરપાલિકાના અપક્ષ ના સદસ્યો ના હાથ મા તિરંગો લહેરાવી દેશભક્તિના સૂત્રોચ્ચાર કર્યા હતાં.હર ઘર તિરંગા અભિયાનને લોકો સુધી પહોંચાડવા માટે તેમજ લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાડવાનો અને ભારતીય રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિ લાવવા આ યાત્રા એ નગર જનોના દિલ જીતી લીધેલ હતા જ્યારે લોકો દ્વારા આ તિરંગા યાત્રાનું ઉમકાભેર અભિવાદન કર્યું હતું.
વિડીયો જર્નાલિસ્ટ ઈરફાન પટેલ સત્યા ટીવી આમોદ