Satya Tv News

કેપી હ્યુમનના ડિરેક્ટર ફારુક પટેલની રાહબરી હેઠળ તિરંગા અને ઢોલ નગાડા સાથે પ્રભાત ફેરી નીકળી હતી

પ્રભાત ફેરી અને ધ્વજવંદન કાર્યક્રમમાં દેશદાઝ,સદભાવના તેમજ એકતાના દર્શન જોવા મળ્યા હતા.

આઝાદીના અમૃત મહોત્વ અને હર ઘર તિરંગાની લહેર વચ્ચે યોજાયેલા સ્વતંત્ર દિન નીમિત્તે સુરતમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર અને વિશ્વ કપ વિજેતા ટીમના સભ્ય રહી મહત્વની ભૂમિકા નિભાવનાર મુનાફ પટેલે કેપી હાઉસ ખાતે ધ્વજા રોહણ કર્યું હતુ.

ધ્વજ વંદન કાર્યક્રમમાં દેશભક્ત લોકો જોડાયા હતા.કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન (કેપી ગ્રુપ) દ્વારા ભટાર રોડના કેપી હાઉસ ખાતે ઉજવાયેલા ૭૬માં સ્વતંત્ર દિન અને ૭૫માં આઝાદી અમૃત મહોત્સવ નિમિત્તે મુનાફ પટેલે ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી.કેપી હ્યુમનના ડિરેક્ટર ફારુક જી પટેલની રાહબરી હેઠળ તિરંગા અને ઢોલ નગાડા સાથે પ્રભાત ફેરી નીકળી હતી.જેમાં ક્રિકેટર મુનાફ પટેલ સહીત બાળકો,વૃદ્ધો,મહીલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.ફેરીમાં આઝાદી અમર રહો અને જયહિંદના ઘોષ લાગતા વાતાવરણ ગુંજી ઉઠયુ હતુ.પ્રભાત ફેરી કેપી હાઉસથી નીકળી જોગર્સ પાર્ક રોડ સુધી ગઈ હતી અને ત્યાંથી પરત ફરી હતી.તિરંગા રેલીને પગલે આખો વિસ્તાર જાણે દેશભક્તિમય બની ગયો હતો. દેશદાઝ, સદભાવના તેમજ એકતાના દર્શન પ્રભાત ફેરી અને ધ્વજવંદન કાર્યક્રમમાં જોવા મળ્યા હતા.

દેશ સેવાના નાના કામ શરૂ કરો,તે આગળ જતા દેશ ઉત્થાનમાં મહત્વની ભૂમિકા નિભાવશે: મુનાફ પટેલ

મુનાફ પટેલે સંદેશો આપતા કહ્યુ હતુ કે,રોજ દેશ માટે એક નાનુ કામ કરો.એક નાનકડો પત્થર પણ સાઈટ પર મુકીશું તો પણ સેવા થશે.કોઈ પણ એક સેવા કરો.દેશને વધુ ઉંચાઈએ લઈ જવા માટે નાના-નાના કામ પણ મોટી ભૂમિકા નિભાવે છે.આજના દિવસે આપણે એક વર્ષનો ટાર્ગેટ સેટ કરીએ કે દેશ માટે આ સેવાનું કામ કરીશ અને આખરે દેશ માટે તો દુઆ તો કરીશ જ.

પર્યાવરણની જાળવણી સાથે સેવાકીય કાર્ય કરતા રહેવુ જોઈએ: પૂર્વ ડી.જી.પી. બિસ્ટ

આ રાષ્ટ્ર પ્રેમના કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ ડીજીપી બિસ્ટ સાહેબે પણ ઉપસ્થિત રહીને દેશ સેવાનો સંદેશો આપ્યો હતો.1947 ની તુલનામાં આપણા દેશે આજે ખૂબ જ તરક્કી કરી છે.અવકાશથી લઈને શિક્ષા ક્ષેત્રમાં આપણે ખૂબ આગળ વધ્યા છીએ.આપણે પર્યાવરણની જાળવણી સાથે દરેક સેવાકીય કામો કરવા જોઈએ.જે કામો કરીએ છીએ તે લગન અને શિષ્તતા સાથે કરતા રહેવુ જોઈએ.

તિરંગા ને સલામત રાખવા સાથે સેવા કરતા રહીશું તો હિન્દુસ્તાનને વિશ્વમાં નંબર વન બનતા કોઈ નહી રોકી શકશે: ફારુક પટેલ

કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના ડિરેક્ટર અને કેપી ગ્રુપના સીએમડી ફારૂક પટેલે કહ્યુ હતુ કે આજે ભર વરસાદમાં આપણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી તિરંગાને સલામી આપી રહ્યા છીએ.આ પળ ૧૯૪૭ના દિનની યાદ અપાવે છે.તે વખતે પણ વરસાદ હતો.શુક્રવાર હતો અને રમજાનનો ૨૭મો રોજો હતો.આઝાદ દેશના આઝાદ નાગરિક હોવાના નાતે હું એ કહીંશ કે અગર આ દેશમાં ત્રણ કલર મળીને એક તિરંગો બન્યો છે અને આ તિરંગાની આપણે આ જ રીતે સેવા કરતા રહીશુ અને તેને સલામત રાખીશું તો આવનારા દિવસોમાં હિન્દુસ્તાનને વિશ્વમાં નંબર વન બનતા કોઈ નહી રોકી શકશે.મુનાફભાઈ અને બિસ્ટ સાહેબે જે રીતે કહ્યુ કે આપણે દેશ માટે રોજ કંઈને કંઈ કરવુ જોઈએ. આપણે,હું અને મારી આખી નસ્લ વિશ્વના પતન સુધી આઝાદીનો આ પર્વ મનાવતા રહીશુ અને દેશને વધુ આગળ વધારવા યોગદાન આપતા રહીશું.

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા

error: