Satya Tv News

નેત્રંગ તાલુકામાંથી પ્રસાર થતી ખાડીઓ બની ગાંડીતૂર
મધુમતી ખાડીમાં બાઇક સવાર યુવાન તણાયો
મોડી રાતે મળી આવ્યો મૃતદેહ
જિલ્લામાં સૌથી વધુ નેત્રંગ તાલુકામાં સાડા ત્રણ ઇંચ વરસાદ

ભરૂચ જીલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા છે, ત્યારે ભરૂચ જિલ્લામાં સૌથી વધુ નેત્રંગ તાલુકામાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકયો, જેના પગલે તાલુકામાંથી પ્રસાર થતી ખાડીઓ ગાંડીતૂર બની છે, ત્યારે બીમાર નાની બહેનના ખબર અંતર પુછવા આવેલ મોટા ભાઇ નુ મધુમતી નદી મા આવેલ ધોડાપુર મા બાઇક સાથે ખેંચાઇ જતા ડુબી જવાથી મોત નિપજ્યું હતું

નેત્રંગ તાલુકા ઉમરખેડા ગામે રહેતો એક ભાઈ પોતાની નાની બહેન બીમાર હોય, જેના ખબર અંતર પુછી પરત ફરતા વાકોલ – ઉમરખેડા ગામ વચ્ચે ના નાળા પર થી પસાર થતી વેળાએ મધુમતી ખાડી મા એકાએક ભારે વરસાદ ને લઇ ને ધોડાપુર આવતા બાઇક સાથે ચાલક પાણી ના ધસમસતા પ્રવાહ મા ખેંચાઇ જતા ડુબી જવાથી ધટના સ્થળે જ મોત થતા વાકોલ – ઉમરખેડા ગામ મા ધેરાશોક ની લાગણી – ફરીવળી છે.

નેત્રંગ તાલુકા ના ઉમરખેડા ગામે રહેતા હરીલાલભાઇ શંકરભાઇ વસાવા ઉ.વ.આશરે ૫૬ કે જેઓ તા ૧૬ મી ઓગસ્ટ ના ઉમરખેડા ગામે થી સાંજ ના ૫ થી ૬ ના સમય ગાળા દરમિયાન બાજુ મા આવેલ વાકોલ ગામે તેઓનો નાનો ભાઇ સુરતાભાઇ શંકરભાઇ વસાવા ના ધરે તેઓની નાની બહેન ડભાલ ગામે પરાણવેલ હોય. જે બહેન બીમાર હોવાના કારણે વાકોલ ગામે સુરતાભાઇ ને ત્યા રહેવા આવેલ હોય, મોટાભાઇ હરીભાઇ ને આ બાબત ની જાણ થતા તેઓની પત્ની સાથે ખબર અંતર પુછવા માટે આવેલ હતા. જયા થી ખબર પુછી રાત્રિ ના ૭ થી ૮ ના સમય ગાળા દરમિયાન વાકોલ ઉમરખેડા ગામ વચ્ચે થી વહેતી મધુમતી ખાડી પર બંન્ને ગામને જોડતુ નાળુ છે. સદર નાના પર થી પસાર થઇ રહ્યા હતા તે સમય ગાળા દરમિયાન ઉપર વાસ મા પડેલ ભારે વરસાદ ના કારણે મધુમતી ખાડી મા ઓચિતા નુ ધોડાપુર આવતા હરીલાલભાઇ વસાવા ધસમસતા પાણી ના પ્રવાહ મા મોટરસાયકલ સાથે ખેંચાઇ જતા તેઓનુ ડુબી જવાથી મોત થતા વસાવા સમાજ મા ધેરાશોક ની લાગણી ફરી વળી છે.

વિડિઓ જર્નલિસ્ટ મિતેશ આહીર સાથે સત્યા ટીવી નેત્રંગ

error: