Satya Tv News

દેડીયાપાડા યુવાનનો ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
સ્થાનિક લોકો દ્વારા દેડીયાપાડા પોલીસ ને જાણ કરાય
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

દેડીયાપાડા તાલુકાના ખાપરબુંધા ગામે થી યુવાનનો ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

દેડીયાપાડા તાલુકાના ખાપરબુંધા અને રોઝઘાટ ગામની સીમમાં આવેલ કપાસના ખેતરના છેડે એક અજાણ્યા યુવાનની ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, ઢોર ચરાવતા કેટલાક સ્થાનિક લોકોને આ મૃતદેહ નજરે પડ્યો હતો અને જે બાબતે સ્થાનિક લોકો દ્વારા દેડીયાપાડા પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પોહચી વધુ માહિતી લેતા ઝાડ પર લટકતી હાલતમાં મળેલ યુવાનની ઓળખ થતાં વસાવા રમેશભાઈ ધનજીભાઈ ઉંમર ૨૮ વર્ષ રહે. ખાપરબુંધા (નિશાળ ફળિયું), તા.દેડીયાપાડા, જી. નર્મદાનો રહીશ હોવાની વિગતો મળી હતી.

પિતાએ સુચીપત્રમાં જણાવ્યું અનુસાર તા.૧૬/૦૮/૨૨ ના રોજ બપોરે ના આશરે એક વાગ્યે અમારા ધરે જમવાનું જમી ને ગયેલ હોય અને મોડી રાત્રે સુધી ધરે આવેલ ના હોય અને તેની પત્ની મોગરાબેન પણ તેમના પિયરમાં મહેમાન ગયેલ હોય અને રમેશભાઇ નાં બંને બાળકો અમારી સાથે હોય જેથી હું તથા મારા ઘરના સભ્ય સાથે રમેશભાઈ ને તેમના ઘરમાં જોવા સારું ગયેલા હતા, પરંતુ મારો દીકરો રમેશભાઈ તેના ઘરે મળી આવેલ નહીં. જેથી અમુક ફળિયાના ના માણસો સાથે રોજધાટ ગામની સીમમાં જવા સારું ગયેલ હતા અને રોજધાટ ગામની સીમમાં કપાસના ખેતરના શેઢા ઉપર આવેલ ઉંબાના ઝાડની ડાળી સાથે દોરડા વડે બાંધી ગળે ફાંસો ખાઈ ગયેલ જણાઈ આવેલ હતું. જે બાબતે દેડિયાપાડા પોલીસ સ્ટેશન ને જાણ કરતાં પોલીસ તરત ધટના સ્થળે પહોંચી હતી.હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે કે યુવાને કયા કારણોસર ફાંસો ખાધો છે, હવે જોવાનું રહ્યું પોલીસ તપાસમાં છું બહાર આવે છે.

વિડિઓ જર્નલિસ્ટ સર્જન વસાવા સત્યા ટીવી દેડીયાપાડા

error: