નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ આજે સવારથી જ જમ્મુમાં અનેક સ્થળોએ દરોડા પાડી રહી છે. વિગતો મુજબ ડ્રોનથી હથિયારો ઉતારવાના મામલે NIAએ આજે જમ્મુ, કઠુઆ, સાંબા અને ડોડામાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. આ સાથે ટીમ અમરનાથ યાત્રા અને નેતાઓ પર હુમલાના ષડયંત્રમાં સામેલ આતંકવાદીના અડ્ડા સુધી પણ પહોંચી ગઈ છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
જમ્મુ-કાશ્મીરમાં આતંકની કમર તોડવા માટે NIAની ટીમે કવાયત શરૂ કરી છે. એક તરફ સુરક્ષા દળો આતંકવાદીઓનો સામનો કરી રહ્યા છે, તો બીજી તરફ સુરક્ષા અને તપાસ એજન્સીઓ આતંકવાદીઓને જડમૂળથી ખતમ કરવા માટે તેમના સ્તરે કામ કરી રહી છે.