Satya Tv News

એક્સાઈઝ નીતિ મામલે ફસાયેલી કેજરીવાલ સરકાર પર નવી આફત

1000 બસોની ખરીદી મામલે CBI દાખલ કરી FIR

ભાજપે વિધાનસભામાં ઉઠાવ્યો હતો મુદ્દો

ભાજપે દિલ્હી વિધાનસભામાં બસ ખરીદીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો

દારુ કૌભાંડ મામલે દિલ્હી સરકારની સામે સીબીઆઈની તપાસ ચાલુ છે

દિલ્હીની કેજરીવાલ સરકાર પર નવી આફત આવી છે. 1000 બસોની ખરીદી અને નિભાવ કૌભાંડ મામલે સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરી છે.

દિલ્હીની કેજરીવાલ સરકાર પર આફત પર આફત આવી રહી છે. એક્સાઈઝ નીતિ મામલે ફસાયેલી કેજરીવાલ સરકારની સામે સીબીઆઈએ હવે બીજો કેસ દાખલ કર્યો છે. સીબીઆઈએ દિલ્હી સરકાર દ્વારા ખરીદવામાં આવેલી 1000 બસોની ખરીદીમાં કથિત નાણાકીય ગેરરીતિ બદલ FIR દાખલ કરી છે.

દિલ્હી પરિવહન નિગમ દ્વારા બસ ખરીદીના વાર્ષિક નિભાવમાં ભ્રષ્ટાચારનો મામલો ચાલુ વર્ષે દિલ્હી વિધાનસભામાં ભાજપ દ્વારા ઉઠાવાયો હતો. જૂનમાં પૂર્વ ઉપરાજ્યપાલ અનિલ બેંજલ દ્વારા રચવામાં આવેલી 3 સભ્યોની સમિતિએ બસ ખરીદીમાં ગેરરીતિ માલૂમ પડી હતી અને તેને ખતમ કરવાની ભલામણ કરી હતી. તત્કાલિન ઉપરાજ્યપાલ બેંજલે આ કેસની ગૃહ મંત્રાલય પાસે મોકલી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે હાલમાં સીબીઆઈએ દિલ્હી સરકારની નવી એક્સાઈઝ પોલિસીમાં થયેલા કથિક કૌભાંડના મામલે તપાસ કરી રહી છે. સીબીઆઈએ આ કેસમાં દિલ્હીના એક્સાઈઝ મિનિસ્ટર અને ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાને આરોપી નંબર વન બનાવ્યાં છે.

DELHICM #ARVINDKEJRIWAL #DELHIBUSSCAM #DELHIEXCISESCAM #AAP #BJP

error: