દેશના અનેક રાજ્યોમાં મેઘરાજાની બેટિંગ યથાવત છે. આ તરફ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને બિહારમાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. રાજસ્થાનમાં 200 નાના-મોટા ડેમ ઓવરફ્લો થયા છે અને મધ્યપ્રદેશમાં લગભગ 50 ડેમ ઓવરફ્લો છે. યુપીમાં ગંગા ખતરાના નિશાનથી ઉપર છે અને બિહારમાં ખતરાની નજીક છે. નોંધનિય છે કે, મધ્યપ્રદેશમાં સતત વરસાદને કારણે સ્થિતિ વધુ વણસી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે પણ ભારે વરસાદ પડશેમધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે રાજધાની ભોપાલના ઘણા વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. આ સાથે ઘણા જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે ભારે વરસાદની સંભાવનાને લઈને એલર્ટ જાહેર કર્યા બાદ 11 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યની તમામ મોટી નદીઓ તણાઈ રહી છે. ડેમમાં વધુ પાણી આવતાં દરવાજા ખોલવામાં આવ્યા છે. બીજી તરફ ભોપાલમાં અવિરત વરસાદને કારણે 200થી વધુ વિસ્તારો અને કોલોનીઓમાં પાણી ભરાઈ ગયા છે.
બિહારમાં ભારે વરસાદનું એલર્ટબિહારમાં પણ વરસાદની આગાહી
મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાં રજા જાહેર
ભોપાલ-નાગપુર રૂટ બંધ