નવસારીમાં ફરી એકવાર ધરા ધ્રુજી. 15 દિવસમાં બીજો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ચીખલી અને વાંસદા તાલુકામાં ભૂકંપના આંચકા અનુભવાયા. મોડી રાત્રે 12 કલાકે 3.2 રિક્ટર સ્કેલનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ નવસારીથી 29 કિમી દૂર નોંધાયુ છે. 15 દિવસમાં બીજી વાર ધરા ધ્રુજતા રહીશોમાં ફફડાટ ફેલાયો હતો.
ગુજરાતમાં કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. અહીં 2001ની ઘટના બાદ તો નાના મોટા આંચકા સામાન્ય થઇ ગયા છે. તેવામાં અગાઉ પણ નવસારીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. નવસારીના વાંસદામાં ધરતી ધ્રુજી ઉઠતા લોકો ડરનામાર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના આંચકાની તીવ્રતા 2.9 હોવાનું જાણવા મળ્યું હતું. ભીનાર ગામે ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું. સરકારી કચેરીઓ સહિત રહેણાંક વિસ્તારના લોકો બહાર નીકળી ગયા હતા. ભૂકંપને કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.