Satya Tv News

ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીએ તેની 24 ફુટની ભયજનક સપાટી વટાવી દેતાં સલામતીના કારણોસર ગોલ્ડન બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે. નદી જોવા આવતાં લોકો ગોલ્ડનબ્રિજ પર ધસારો કરતાં હોવાથી કોઇ હોનારત ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે.

ભરૂચની નર્મદા નદીએ 24 ફુટની ભયજનક સપાટી વટાવી દીધી છે. અગાઉ નર્મદા નદીની સપાટી 27 ફુટ સુધી પહોંચી જતાં લોકોએ નદી જોવા માટે ધસારો કર્યો હતો. ગોલ્ડનબ્રિજ પર વાહનવ્યવહાર ઓછો રહેતો હોવાથી લોકો ફોટો પાડવા તેમજ સેલ્ફી લેવા માટે પડાપડી કરી રહયાં હતાં.

નદીના જળસ્તરને ધ્યાનમાં રાખી તે સમયે પણ ગોલ્ડનબ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો. મંગળવારે સવારથી નર્મદા ડેમમાંથી 23 દરવાજા ખોલી 5 લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહયું છે ત્યારે ગોલ્ડનબ્રિજને ફરી વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે.જ્યાં સુધી નદીની સપાટીમાં ઘટાડો નહીં થાય ત્યાં સુધી ગોલ્ડન બ્રિજ બંધ રહેશે. જ્યારે ભરૂચ જિલ્લામાં બીજા અન્ય બ્રીજો ચાલુ રહેશે.

error: