કોરોના સંક્રમણને કારણે પ્રથમ લોકડાઉન દરમિયાન પોતાના ખેતરમાં કામ કરનાર મજૂરોને વિમાનમાં બિહાર મોકલવાને કારણે ચર્ચામાં આવેલા ખેડૂત પપ્પન સિંહ ગેહલોતે કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. દિલ્હી પોલીસ અધિકારીઓએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, પપ્પન સિંહના ઘરની સામે આવેલા શિવ મંદિરમાં તેમનો પંખા પર લટકતો મૃતદેહ જોવા મળ્યો હતો. પોલીસને ત્યાંથી એક સુસાઈટ નોટ પણ મળી આવી છે. આવી સ્થિતિમાં પોલીસ તેને આત્મહત્યાનો મામલો માની રહી છે.
દિલ્હી પોલીસે આ મામલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, મંગળવારે સાંજે લગભગ 5:00 વાગ્યે પોલીસ સ્ટેશનના અલીપુર ખાતે શિવ મંદિરમાં એક વ્યક્તિની ફાંસી અંગે PCRમાં કોલ આવ્યો હતો. પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને જણાવા મળ્યું કે આ વ્યક્તિ તિગ્ગાપુર ગામનો રહેવાસી અને તેનું નામ પપ્પન છે આ 55 વર્ષીય પુરૂષની લાશ શિવ મંદિરમાં પંખા પર લટકતી જોવા મળી હતી.