Satya Tv News

એક તરફ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ ઠેર ઠેર પાણી ભરાઇ જવા પામ્યા છે. જેને કારણે ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો વકર્યો છે. ત્યારે વાત કરીએ અમદાવાદ સોલા સિવિલની તો અહીં મચ્છરજન્ય રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જુલાઇ મહિનાની સરખામણીએ ચાલુ મહિને ડેન્ગ્યુ અને મલેરિયાના ડબલ કેસ નોંધાયા.

છેલ્લા બે દિવસમાં શહેરમાં રૂટિન ઓપીડી કરતા ઓપીડીમાં 30 ટકાનો વધારો જોવા મળ્યો છે. સોલા સિવિલમાં સોમવારે 1960 OPD અને મંગળવારે 1570 OPD નોંધાઇ. ઉલ્લેખનીય છે કે જૂલાઈમાં ડેન્ગ્યુના 32 કેસ હતા જ્યારે ચાલુ મહિને અત્યાર સુધીમાં 68 કેસ નોંધાયા છે. જ્યારે જુલાઇ માસમાં મેલેરિયાના 26 કેસ હતા તે ચાલુ મહિને 44 કેસ નોંધાયા છે.કેસ વધતા મેડિસિન સિવાય નવા વોર્ડ ખોલીને દર્દીઓની સારવાર શરૂ કરાઇ છે.

error: