Satya Tv News

સરકારી કર્મચારીઓને અન્યાય કરતી નવી પેન્શન સ્કીમ બંધ કરીને ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનતા સામાજીક સુરક્ષા માટે જુની પેન્શન સ્કીમ લાગુ કરીને ઐતિહાસીક નિર્ણય કરાશે. અમદાવાદ ખાતે આયોજીત વિશેષ પત્રકાર પરિષદમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસ સમિતિના સિનિયર ઓર્બઝર્વર અશોક ગેહલોત અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંગઠન મહામંત્રીશ્રી કે.સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ સરકાર આવશે અને જનતા માટે ખુશહાલી લાવશે. વર્ષ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનતા જ ગુજરાતના પ્રત્યેક નાગરિકને રૂ. ૧૦ લાખ સુધી મફત ઈલાજ મળે તેવી જ ‘સ્વાસ્થ્ય યોજના’ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. જેમાં કિડની, લીવર, હાર્ટ જેવા વગેરે અંગોના ટ્રાન્સપ્લાન્ટ, એમ.આર.આઈ., સીટીસ્કેન, એક્સરે, બ્લડટેસ્ટ, કોવિડ ટેસ્ટ સહિતના તમામ પરિક્ષણો પણ વિના મુલ્યે થશે સાથોસાથ ગુજરાતમાં રાઈટ ટુ હેલ્થના વિવિધ પ્રોજેક્ટ લાગુ કરાશે, સરકારી કર્મચારીઓને અન્યાય કરતી નવી પેન્શીન સ્કીમ બંધ કરીને ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનતા સામાજીક સુરક્ષા માટે જુની પેન્શન સ્કીમ લાગુ કરીને ઐતિહાસીક નિર્ણય કરાશે. જેમાં ૨૦૦૪ બાદ નોકરી લાગેલા સરકારી કર્મચારીઓને પણ શેરમાર્કેટ જે તે સમયે શું હશે તેના આધાર પર પેન્શન લાગુ કરવામાં આવશે. ગુજરાતમાં જબરદસ્ત સત્તાવિરોધી લહેર છે. ગુજરાત કોંગ્રેસ ૯૦ દિવસના એક્સનપ્લાનના આધારે ગુજરાતમાં ૧૨૫ થી વધુ સીટો સાથે જનતા સરકાર બનાવશે અને જનતાલક્ષી યોજનાઓનું સત્વરે અમલ થશે. અમદાવાદ ખાતે આયોજીત વિશેષ પત્રકાર પરિષદને સંબોધન કરતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે. સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે, ૨૭ વર્ષથી ભાજપ સરકાર મની પાવર, વહિવટી તંત્રનો અને સત્તાનો ખોટો ઉપયોગ કરીને વિપક્ષને તોડવાનો સતત પ્રયાસ કરી રહી છે. ભાજપ ઈ.ડી. – સી.બી.આઈ. સહિતની કેન્દ્રીય એજન્સીઓનો ઈલેક્શન ડીપાર્ટમેન્ટ તરીકે દુરુઉપયોગ કરી રહી છે પરંતુ કોંગ્રેસ પક્ષ આ તમામ હથકંડાઓથી ડર્યા વગર મજબુતાઈથી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ૧૨૫થી વધુ બેઠક સાથે જવલંત વિજય મેળવવા કટિબધ્ધતાથી કામગીરી કરશે. વર્ષ ૨૦૧૭માં કોંગ્રેસ પક્ષે પુરી તાકાતથી રાહુલ ગાંધીના નેતૃત્વમાં ત્રણ મહિના કેમ્પેઈન કરી ચૂંટણી લડી હતી તેના પરિણામે કોંગ્રેસ પક્ષ માત્ર ૭ સીટોથી સત્તાના જાદુઈ આંકડા સુધી પહોંચવામાં ઉણી ઉતરી હતી અને ભાજપ માત્ર ૯૯ સીટો પર સમેટાઈ ગઈ હતી. વર્ષ ૨૦૨૨ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય નેતૃત્વ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું સમગ્ર નેતૃત્વ ગુજરાતમાં કોંગ્રેસની પ્રજાલક્ષી સરકાર બનાવવા માટે પુરજોરથી કામગીરી કરી રહી છે. જેના અનુસંધાને તા. ૫ સપ્ટેમ્બરના રોજ ‘ભારત જોડો’ યાત્રાનો પ્રારંભ સાથે સમગ્ર રાજ્યના કાર્યકરો અને બુથની જવાબદારી સંભાળતા સાથીદારો સાથે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વ રાહુલ ગાંધીજી સંવાદ કરશે. અમદાવાદ ખાતે આયોજીત વિશેષ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી રઘુ શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખો ભરતસિંહ સોલંકી, અર્જુનભાઈ મોઢવાડીયા, અમિત ચાવડા, રાજ્ય સભાના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહપ્રભારી વિરેન્દ્રસિંહ રાઠોડ, બી. એમ. સંદીપ, રામકિશન ઓઝા, શ્રી ઉષા નાયડુજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતાશ્રી પરેશ ધાનાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ નિશિત વ્યાસ, મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી, પ્રવક્તા મનહર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

error: