ચીનમાં 61 વર્ષમાં સૌથી ભયંકર ગરમી અને દુષ્કાળના કારણે વીજળી સંકટ સર્જાયું છે. ઘણા શહેરો અંધકારમાં ડૂબી ગયા છે. વીજળીની અછતને દૂર કરવા માટે ચીનમાં માત્ર 5 કલાક માટે શોપિંગ મોલ ખોલવાના આદેશ આપવામાં આવ્યા છે. શાંઘાઈના પ્રસિદ્ધ સ્કાયલાઈનમાં બે રાત સુધી લાઈટો નહીં હોય. ફોક્સવેગન, એપલ અને ટોયોટા જેવી કંપનીઓના પ્લાન્ટમાં કામ અટકી ગયું છે.