Satya Tv News

જમ્મુ-કાશ્મીરમાં 46 કલાકમાં 9 વખત ભૂકંપના આંચકા આવ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે પ્રાથમિક વિગતો મુજબ હજી સુધી કોઈ જાન-માલનું નુકશાન થયાનું સામે આવ્યું નથી. આ તરફ ફરી એકવાર ગઈકાલે એટલે કે બુધવારે રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિપોર્ટ અનુસાર કટરાથી 62 કિમી દૂર 48 મિનિટના અંતરે બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 હતી. છેલ્લા બે દિવસમાં રાજ્યમાં કુલ 9 ભૂકંપના આંચકા અનુભવાયા છે. જોકે ઓછી તીવ્રતાના કારણે કોઈ નુકસાન થયું ન હતું.

જમ્મુ-કાશ્મીરમાં બુધવારે રાત્રે 11:4 વાગ્યે પ્રથમ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 48 મિનિટ બાદ 11:52 મિનિટે બીજો આંચકો અનુભવાયો હતો. પ્રથમ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 હતી, જ્યારે બીજા આંચકાની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 5 કિમી નીચે હતું.

error: