પંજાબ જાલંધરની પોલીસ ડીએવી સ્કૂલમાં એક નહીં પરંતુ ઘણા એવા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે જેમનો ચહેરો એકબીજા સાથે મળતો આવે છે. આમાંથી ફક્ત 3 જોડી જ જોડિયા ભાઈ-ભાઈ અથવા ભાઈ-બહેન અથવા બહેન-બહેન છે.
આ શાળામાં લગભગ 76 જેટલા વિદ્યાર્થીઓ છે જેમનો ચહરો એકબીજા સાથે સંપૂર્ણ રીતે મળતો આવે છે. આ શાળામાં એવા વિદ્યાર્થીઓ છે જેમના વચ્ચે તફાવત જાણવો મુશ્કેલ છે. જેમાંથી કેટલાક બાળકોએ કહ્યું હતું કે, એક જેવા ચહેરાના કારણે ભૂલ બીજાની હોય અને સજા પણ બીજો ભાગવે એવી પરિસ્થિતિ સર્જાય છે.