Satya Tv News

સીમરથા ગામ પાસે અસરગ્રસ્ત ખેડૂતોએ અધિકારીઓને ઘેરી લઇ ઉગ્ર રજૂઆતો કરી હતી.વલસાડ, નવસારી અને સુરતના ખેડૂતો જેટલું વળતર ચૂકવવાની માગ

ભરૂચ જિલ્લાના 33 જેટલા ગામોમાં વળતર મામલે વિરોધ વંટોળવિરોધ કર્યો તો વધારે વળતર આપ્યું હોવાનો શૂર વ્યકત કર્યો ભરૂચ જિલ્લાના ખેડુતો એકસપ્રેસ હાઇવેમાં સંપાદિત થયેલી જમીનના બદલામાં યોગ્ય વળતરની માગણી કરી રહયાં છે. વલસાડ, નવસારી અને સુરત જિલ્લાના ખેડુતોને જમીનના ઉંચા દામ આપવામાં આવ્યાં છે જયારે ભરૂચના ખેડુતોને અન્યાય થયો હોવાના દાવા કરાય રહયાં છે. ગુરૂવારના રોજ નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓ હાઇવેની કામગીરી માટે આવતાંની સાથે આમોદના સીમરથા ગામે અસરગ્રસ્ત ખેડુતો ભેગા થઇ ગયાં હતાં અને કામગીરી અટકાવી દીધી હતી.ભરૂચ જિલ્લાના 33 જેટલા ગામોની જમીન વડોદરા- મુંબઇ એકસપ્રેસ હાઇવે માટે સંપાદિત કરવામાં આવી છે. આ જમીનના બદલામાં તેમને ઓછુ વળતર આપવામાં આવ્યું હોવાનો ખેડુતો આક્ષેપ કરી રહયાં છે. નવસારી, વલસાડ અને સુરત જિલ્લાના ખેડુતોને જમીનોના બદલામાં કરોડો રૂપિયા આપવામાં આવ્યાં છે જયારે ભરૂચમાં લાખો રૂપિયા આપી મહામુલી જમીન સંપાદિત કરી લેવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ભરૂચ જિલ્લામાં એકસપ્રેસ હાઇવેની કામગીરી અટકી છે.ગુરૂવારના રોજ નેશનલ હાઇવેના અધિકારીઓની હાજરીમાં સીમરથા ગામે કામગીરી શરૂ કરવામાં આવતાં સ્થાનિક તથા અસરગ્રસ્ત ખેડુતો એકત્ર થઇ ગયાં હતાં. તેમણે યોગ્ય વળતર નહિ મળે ત્યાં સુધી કામગીરી નહી કરવા દઇએની માગ સાથે વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું.લોકોના વિરોધના પગલે કામગીરી રોકી દેવામાં આવી હતી. આ બાબતે નેશનલ હાઇવે ઓથોરીટીના પ્રતિનિધિઓએ દોડી આવી વાટાઘાટ કરી હતી. ખેડુતોની માગણી કલેકટર સુધી પહોંચાડવામાં આવશે. ખેડુતોએ પણ સમાધાનના પ્રયાસોની સાથે સાથે કામગીરી ચાલુ રાખવા દેવી જોઇએ જેથી પ્રોજેકટ સમયસર પુર્ણ થઇ શકે. જમીન ગુમાવનારા એક મહિલા ખેડુતે જણાવ્યું હતું કે, અન્ય જિલ્લાઓમાં ખેડૂતોને 1 કરોડ રૂપિયા અપાયા છે જ્યારે અમને માત્ર 7 થી 10 લાખ રૂપિયા આપી રહ્યાં છે.વલસાડ, નવસારી અને સુરત જિલ્લાના ખેડુતોએ જમીન સંપાદન દરમિયાન ઉગ્ર વિરોધ કર્યો એટલે તેમને વધારે વળતર ચુકવવામાં આવ્યું છે જયારે ભરૂચ જિલ્લાના ખેડુતોએ દેશના હિતમાં પોતાની જમીનો હસતા હસતા સંપાદિત કરાવી તો આજે તેમને રડવાનો વારો આવ્યો છે. સરકાર અને નેશનલ હાઇવે ઓથોરીટી જ ખેડુતોને આંદોલન કરવા માટે પ્રેરણા આપી રહી હોવાનું ખેડુત આગેવાનોએ જણાવ્યું છે.

error: