Satya Tv News

🔸સીનિયર એડવોકેટે કહ્યું, તમે લોકોના ન્યાયાધીશ છો

🔸પ્રથમવાર CJIની ઔપચારિક બેન્ચનું લાઈવ સ્ટ્રીમિંગ થયું

🔸આગામી CJI હશે UU લલિત

🔸માત્ર 74 દિવસ માટે CJI બનશે લલિત

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમના શુક્રવારે એટલે કે આજે નિવૃત્ત થયા છે. તેમના કાર્યકાળના છેલ્લા બે દિવસમાં તેમણે ઘણા મહત્વપૂર્ણ કેસોની સુનાવણી કરી હતી. સેરેમોનિયલ બેન્ચને વિદાય આપતાં એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું, તમારી નિવૃત્તિથી અમે એક બૌદ્ધિક અને ઉત્કૃષ્ટ ન્યાયાધીશને ગુમાવી રહ્યા છીએ.

સુપ્રીમ કોર્ટનાં ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું હતું કે, જ્યારે કોઈ સીજેઆઈની ઔપચારિક બેન્ચનું લાઈવ સ્ટ્રીમિંગ થયું હતું. જેને સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર વેબકાસ્ટ કરવામાં આવ્યો હતો. આ તરફ સીનિયર એડવોકેટ દુષ્યંત દવે કોર્ટ રૂમમાં જ રડવા લાગ્યા હતા. તેમણે ચીફ જસ્ટિસ એનવી રમનાને કહ્યું હતું કે, તમે લોકોના ન્યાયાધીશ છો.

error: