અમાસ પર્વે 28 ધ્વજાપુજા, 37 સોમેશ્વર મહાપુજા, અને 1013 શિવભક્તો એ મહામૃત્યુંજય યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી.શ્રાવણ માસનાં અંતિમ દિવસે સવાલક્ષ બિલ્વપૂજા ની ફળદાન વિધિ યોજાયેલ હતી, જેમાંં માસ પર્યન્ત ભુદેવો દ્વારા જે બિલ્વપત્રો સોમનાથ મહાદેવને ચડાવવામાં આવેલા હોય તે પુજાના યજમાનોને આશીર્વચન ન ફળદાન યોજાયેલ હતુ, આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્રભાઈ દેસાઇ ઉપસ્થિત રહેલ અને તમામ યજમાનોને આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી.
શ્રાવણ પર્વે ગુજરાત રાજ્યના મંત્રી મનિષાબેન વકીલે પરીવાર સાથે સુવર્ણકળશ પુજા કરી હતી, અને પુરવઠા મંત્રી નરેશભાઈ પટેલ એ ધ્વજાપુજા કરી ધન્ય બન્યા હતાં. દિવસ પર્યન્ત 28 ધ્વજારોપણ થયા હતાં, 37 જેટલા પરિવારો નૂતન શરૂ થયેલી સોમેશ્વર મહાપુજા કરી ધન્ય બન્યા હતાં, 1013 ભક્તો એ 21,273 યજ્ઞ આહુતિ સોમનાથ મહાદેવને અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. સાંજે 7-00 સુધીમાં 40,000 થી વધુ શિવભક્તો સોમનાથ મહાદેવનાં દર્શન કરી ધન્ય બનેલા હતાં. અમરનાથ શૃંગાર અને અન્નકુટ શૃંગાર કરવામાં આવેલ જેમના દર્શન થી ભક્તો ધન્ય બન્યા હતાં. મહામૃત્યુંજય યજ્ઞનું બિડુ હોમવામાં આવેલ જેમાં ટ્રસ્ટી જે ડી પરમાર, સેક્રેટરી યોગેન્દ્રભાઈ દેસાઇ, સોમનાથ સુરક્ષા ડિવાયએસપી એમ. એમ. પરમાર સહિત શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતાં.



