બાઇક પર સવાર 5 વર્ષીય બાળકી નું મોત.
અકસ્માત બાદ ઉશ્કેરાયેલા લોકોએ ચક્કાજામ કરતા વાહનો અટવાયા
પોલીસ વિભાગ ની ખાતરી બાદ લોકો નો આક્રોશ શાંત પડ્યો
ભરુચ ના દહેજ બાયપાસ રોડ પર નંદેલાવ નજીકના મઢુલી સર્કલ પાસે લક્ઝરી બસ ના ચાલકે બાઈકને ને ટક્કર મારતાં બાઇક પરથી ફંગોલાયેલ પાંચ વર્ષીય બાળકી નો મોત થયું હતું તો દાદા અને માતા ને ઈજા થઈ હતી.અકસ્માત મા પગલે ઉશ્કેરાયેલા લોકોએ રસ્તા પર ઉતરી આવી ચક્કા જામ કરતા પી.આઈ. ની સમજાવટ અને સ્પીડ બ્રેકર બનાવવાની ખાતરી બાદ લોકો રસ્તો ખોલ્યો હતો
ભરુચ ના વાહન વ્યવહાર થી સતત ધમધમતા દહેજ બાયપાસ રોડ પર નંદેલાવ નજીક આવેલ મઢુલી સર્કલ પાસેથી મહેશ હરીભાઈ પટેલ પુત્રવધૂ ડીમ્પુ બેન અને પાંચ વર્ષીય પૌત્રી ધ્યાની સાથે બાઇક નંબર Gj 16 AR 7504 પર ભોલાવ થી શ્રવણ ચોકડી તરફ જઇ રહ્યા હતા.તે દરમ્યાન ખાનગી લક્ઝરી બસ નંબર Gj 06 az 8919 ના ચાલકે પુરઝડપે ધસી આવી ટક્કર મારતા ધ્યાની દૂર ફંગોળાઈ હતી તો બાઇક સાથે મહેશભાઇ અને ડિમ્પુ બેન પણ પટકાયા હતા .જેમાં પાંચ વર્ષીય બાળકી ધ્યાની નું કરૂણ મોત થયું હતું.જ્યારે માતા ડિમ્પુબેન ધર્મેશભાઈ પટેલ અને મહેશ હરીભાઈ પટેલ ને ઈજા થઈ હતી.અકસ્માત બાદ આસપાસ ની સોસાયટી ના લોકો નેદેલાવ નાં પૂર્વ સરપંચ, સહિત અન્ય અગ્રણીઓ તેમજ રાહદારીઓ પણ આક્રોશ સાથે ઉમટી આવ્યા હતા આ દરમ્યાન અકસ્માત બાદ બસ મુકી ચાલક ભાગી છૂટયો હતો..આક્રોશિત લોકોએ રસ્તા પર ઉતરી આવી સ્પીડ બ્રેકર ની માંગ સાથે વાહનોને રોકી ચક્કા જામ કરતા ભારે હંગામો મચી ગયો હતો..જેના પગલે પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને સ્થિતિ ને કાબુમાં લેવા ના પ્રયાસો કરવા સાથે સમજાવટ માટે પણ પ્રયાસો હાથ ધર્યા હતા.ભરુચ ના દહેજ બાયપાસ રોડ પર નાના મોટા અનેક વાહનો ની સતત અવર જવર રહે છે અને તેથી ટ્રાફિક ની સમસ્યા સાથે અકસ્માત પણ થતાં રહે છે અહી ફ્લાય ઓવર બ્રિજ પણ મંજૂર કરવામાં આવ્યો છે પણ હજુ સુધી કોઈ કામગીરી શરૂ થઈ નથી ત્યારે જલદી થી તેની કામગીરી શરૂ કરવામાં આવે તે જરૂરી છે.