વડોદરા ગ્રામ્ય LCB પોલીસે કરજણના ઓવરબ્રિજ પાસેથી દારૂ ઝડપ્યો
ઓવરબ્રિજ પાસેથી કન્ટેનરમાં લઇ જવાતો રૂ.૧૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત
LCB પોલીસે પ્રોહી એક્ટ કલમ મુજબની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
કરજણ :- વડોદરા કરજણ ચોકડીના ઓવરબ્રિજ પાસેથી કન્ટેનરમાં લઇ જવાતો રૂપિયા ૧૦ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ LCB એ કબ્જે કર્યો હતો
વડોદરા ગ્રામ્ય એલ.સી.બી.પોલીસની ટીમ આજરોજ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી કામગીરી અર્થે પેટ્રોલિંગમાં નીકળેલાં હતાં.તે દરમિયાન LCB ના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ.પટેલને બાતમી હકીકત મળી હતી કે એક કન્ટેનર ભારતીય બનાવટનો વિદેશી શરાબ નો જથ્થો ભરીને વડોદરા થી સુરત તરફ પસાર થઈ રહ્યું છે.જે અંગેની મળેલી બાતમીના આધારે વડોદરા ગ્રામ્ય LCB પોલીસે કરજણ ચોકડીના ઓવરબ્રિજ પાસેથી કન્ટેનરમાં લઈ જવાતી વિદેશી શરાબની ૧૭૫ નંગ પેટીઓ,વીવો મોબાઈલ ફોન તથા વૉવપર ડાયપરના બોક્ષ મળી કુલ રૂપિયા ૩૮,૮૪,૦૫૬ /- ના મુદ્દામાલ સાથે ઝડપાયેલાં ભીલવાડા રાજસ્થાન ના શ્રવણકુમાર ઉગમા પ્રજાપતિ તેમજ કન્ટેનરમાં વિદેશી શરાબનો જથ્થો ભરીને આપનાર બંસીભાઈ તથા વિદેશી શરાબનો જથ્થો મંગાવનાર તેમજ તપાસ દરમિયાન જે નામો સામે આવે તેવા ઈસમો સામે વડોદરા ગ્રામ્ય એલ.સી.બી.પોલીસે પ્રોહી એક્ટ કલમ મુજબની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિડિઓ જર્નાલિસ્ટ નિમેષ ચૌહાણ સાથે સત્યા ટીવી કરજણ