Skip to main content

Satya Tv News

સોમનાથ પરિસરમાં આવેલ કપર્દિ વિનાયક ગણપતિ જીના દર્શન કર્યા, સોમનાથ મહાદેવ ને ગંગાજળ અભિષેક કરેલ, સોમેશ્વર મહાપૂજા પણ આ પ્રસંગે તેઓ એ કરી હતી. સોમનાથ મંદિર ખાતે દક્ષિણ ધ્રુવ ની મુલાકાત લીધી હતી, આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા ને તેઓએ પુષ્પાંજલી કરી હતી, આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ઇન્ચાર્જ જનરલ મેનેજરે તેઓને સ્મૃતિભેટ આપી સ્વાગત સન્માન કરેલ. તેઓએ જણાવ્યું હતું કે, સરદાર પટેલ દ્વારા પુનઃ નિર્માણ પામેલ સોમનાથ મંદિરનાં દર્શન અને પૂજા કરી ધન્ય બનેલ, ભગવાન સોમનાથ તેઓનાં કાર્ય પ્રત્યે પ્રેરણા આપે, ભારત દેશની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. અમદાવાદ કડી ના પરિવાર ની ધ્વજાપુજા માટે આવેલ પરિવારની પણ આ પ્રસંગે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી તેમજ અધિકારીઓ-પદાધીકારીઓ સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

✍️નરેન્દ્રભાઈ દવે

error: