Satya Tv News

✍️ નરેન્દ્રભાઈ દવે

જૂનાગઢ: તા.૩/૯ આઈ.સી.ડી.એસ. શાખા, મહાનગરપાલિકા, જુનાગઢ દ્વારા માન. મ્યુનિસિપલ કમિશ્નરશ્રી રાજેશ એમ. તન્ના ના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ પોષણ માસ-૨૦૨૨ની ઉજવણીના બીજા દીવસે (તા.૦૨/૦૯/૨૦૨૨) સગર્ભા મહિલાઓનો આરોગ્ય ચકાસણી કેમ્પ સ્ત્રી રોગ નિષ્ણાંત ડો.ઝાલાવાડીયા દ્વારા, ટીંબાવાડી અર્બન સેન્ટર, જૂનાગઢ ખાતે સાંજે ૪.૦૦ થી ૬.૦૦ કલાક દરમ્યાન કરવામાં આવેલ,આ કાર્યક્રમ માં ઉપસ્થિત સગર્ભા માતાઓને ખિલખિલાટ વાહન દ્વારા કાર્યક્રમના સ્થળે લાવવા-મુકવા જવાની વ્યવસ્થા કરવામાં આવેલ.જેમાં માન.કોર્પોરેટરશ્રી ઇલાબેન બાલસ(વોર્ડ નં. ૧૨) પણ ઉપસ્થિત રહેલ,આ પ્રસંગે આઈ.સી.ડી.એસ. શાખા, મ.ન.પા.જૂનાગઢના પ્રોગ્રામ ઓફીસરશ્રી વત્સલાબેન દવે દ્વારા પોષણ માસની ઉજવણીના મહત્વ, પોષણ, ટી.એચ.આર., સ્તનપાન વિશે લાભાર્થી સગર્ભા અને ધાત્રી માતાઓને સમજ આપેલ, જેમાં સગર્ભા માતાઓની આરોગ્ય તપાસ, એચ.બી.તપાસ વગેરે જેવી આરોગ્ય સેવાઓ આપવામાં આવેલ તેમજ આ સગર્ભા માતાઓને સગર્ભા અવસ્થા દરમ્યાન રાખવાની થતી કાળજી વિશે સમજ આપેલ અને આંગણવાડીમાંથી આપવામાં આવતા ટી.એચ.આર.નો નિયમિત ઉપયોગ કરવા સુચવેલ તેમજ આ સાથે જ સર્વે મહાનુભવો અને લાભાર્થીઓ દ્વારા સ્વસ્થ અને પોષણક્ષમ ભવિષ્યના નિર્માણ માટે પોષણ શપથ લેવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આઈ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ ઓફીસરશ્રી વત્સલાબેન દવેના માર્ગદર્શન હેઠળ આઈ.સી.ડી.એસ.ની ટીમ દ્વારા કરવમાં આવેલ.

error: