વહિયાલ ગામે ભાજપ ના કાર્યકરો કોંગ્રેસ માં જોડાતા રાજકીય વાતાવરણ ગરમાયુ
૬૦ થી વધુ ભાજપી કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો
કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થનારા કાર્યકરોને આવકાર્યા
વાગરા ના વહિયાલ ગામના ભાજપ ના કાર્યકરો કોંગ્રેસનો ખેસ ધારણ કરતા રાજકીય વાતવરણ ગરમાઈ જવા પામ્યુ છે.કોંગ્રેસ અગ્રણીઓએ કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થનારા કાર્યકરો ને આવકાર્યા હતા
વિધાન સભા ની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે,તેમ રાજકીય ઉઠલ પાથલ વધવા માંડી છે.૨૦૨૨ ની વિધાન સભા ચૂંટણી માં આમ આદમી પાર્ટી પણ જંપલાવી રહી છે.ત્યારે મુખ્ય બે પાર્ટી ભાજપ અને કોંગ્રેસ ની કસરત વધશે એમાં કોઇ બે મત નથી.ભાજપ કોંગ્રેસ ના અગ્રણીઓ ને પોતાની પાર્ટી માં જોડી રહી છે.તો બીજી તરફ કોંગ્રેસે પણ ભાજપ ના કાર્યકરો ને કોંગ્રેસ નો ખેસ પહેરાવી રહ્યા છે.જેને પગલે રાજકીય ઉત્તેજનામાં વધારો થવા પામ્યો છે.વાગરા વિધાન સભામાં સમાવિષ્ટ વહિયાલ ગામ ને ભાજપ નો ગઢ માનવામાં આવે છે.કોંગ્રેસને ભાજપ ના ગઢમાં સેંગ મારવામાં સફળતા મળી છે.કોંગ્રેસ ના જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા,કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલ,તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહયુદ્દીન બાજી,વીરેન ગઢવી,સુરેશભાઈ પરમાર,મકસુદ્દીન રાણા,દહેજ ના શાંતિલાલભાઈ ની ઉપસ્થિતિ માં વહિયાલ ગામના ૬૦ થી વધુ પુરુષ અને મહિલાઓને કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકાર્યા હતા.આ પ્રસંગે બોલતા પરિમલસિંહ રણા એ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.અને ભાજપ ની ખોટી નીતિ રીતિ પર સવાલો સવાલો ઉભા કર્યા હતા.તેમણે ૨૦૨૨ માં કોંગ્રેસ આવે છે એવુ ભાર પૂર્વક જણાવ્યુ હતુ.કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલે મોંઘવારી, બેરોજગારી ના ઉપર ભાજપ ને આડે હાથ લીધી હતી.તેમણે આગામી વિધાન સભા ચૂંટણી માં કોંગ્રેસ ને બહુમતી થી જીતાડવા અપીલ કરી હતી.વહિયાલ ગામના ભાજપ ના કાર્યકરો દિનેશભાઇ વસાવા,પ્રવીણ પરમાર,હસમુખ સોલંકી,અરવિંદ રાઠોડ અને રેખાબેન સહિત ના અનેક કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા વહિયાલ ગામમાં કોંગ્રેસ મજબૂત બનશે એમ દેખાઈ રહ્યુ છે.
જર્નાલિસ્ટ જફર ઘડીમલ સાથે સત્યા ટીવી વાગરા