વાલિયાના ગણેશ ઉત્સવને લઇ લોકો શ્રીજીની ભક્તિમાં લીન બન્યા
સવાર-સાંજ આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
તાલુકાના વિવિધ ગામોમાં પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી
વાલિયા તાલુકાના ગણેશ ઉત્સવને લઇ તાલુકાવાસીઓ શ્રીજીની ભક્તિમાં લીન બન્યા છે
હાલ ગણેશ ઉત્સવને લઇ ભરૂચ જિલ્લાવાસીઓ ભક્તિમાં લીન બન્યા છે વિવિધ પંડાલોમાં ગણેશ મંડળો દ્વારા શ્રીજીની અવનવી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે અને સવાર-સાંજ આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યા છે ત્યારે વાલિયા તાલુકામાં પણ ગણેશ ઉત્સવને લઇ શ્રીજીના ભક્તો ભક્તિમાં લીન બન્યા છે વાલિયા ગામના હરી નગર,હાઉસિંગ બોર્ડ,બહુમાળી ફળિયા,હનુમાન ફળિયા,તળાવ ફળિયા,ગાંધી ચોક અને ધોબી ફળિયા ડુંગેરી ફળિયા સહીત તાલુકાના વિવિધ ગામોમાં પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે.
વિડિઓ જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા