Satya Tv News

નર્મદામાં જુની પેન્શન યોજના પુનઃશરૂ કરવા આવેદનપત્ર

સરકારી કર્મચારીઓ સહીત 2000 થી વધુ કર્મચારીઓ એક સાથે રસ્તા ઉપર

સરકાર વિરોધી નારાબાજી કરી રેલી કાઢી

જુની પેન્શન યોજના પુનઃશરૂ કરવા તથા અન્ય પ્રશ્નો સંદર્ભે પ્રાથમિક શિક્ષકો,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો,તલાટી કમ મંત્રી,આરોગ્ય આધિકારીઓ અને અન્ય સરકારી કર્મચારીઓ સહીત 2000 થી વધુ કર્મચારીઓ એક સાથે રસ્તા ઉપર ઉતરી જઈ સરકાર વિરોધી નારાબાજી કરી રેલી કાઢી મુખ્ય મંત્રીને સંબોધીને નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આજે પ્રથમ વખત એવું બન્યું છે કે 75 જેટલા સંઘઠનો રાજ્ય સરકાર સામે પોતાની માંગણીઓ માટે એકજુથ થયા છે, લગભગ 2000 થી વધુ વિવિધ સંસ્થાના કર્મચારીઓએ મહાકાય રેલી કાઢી સરકાર વિરોધી સુત્રોચાર કરી નર્મદા કલેકટરને આવેદન આપી પોતાની રજૂઆતો કરી હતી, રાજપીપળાના મુખ્ય રસ્તાઓ પર મોટી સંખ્યામાં શિક્ષિત વર્ગ એક જૂઠ થઈને રેલી સ્વરૂપે સરકાર ને ચીમકી આપી હતી કે અભણ અને 8 પાસ ધારાસભ્યો અને સાંસદો આખી જિંદગી પેન્શન લે છે પણ જે કર્મચારીઓ ભણીગણી સરકારી નોકરી મેળવે છે તેને પેન્શન નહિ આપવાનું એ કેવો ન્યાય અમે 40 વર્ષો સુધી સરકાર માટે પરસેવો પાડીયે અને છેલ્લે પેન્શન ના આપતી આ સરકાર ને આગામી ચૂંટણીમાં માઠા પરિણામો ભોગવવા તૈયારી રાખવિ પડસેની ચીમકી આ કર્મચારીઓએ આપી હતી, ત્યારે હવે સરકારે ચિતા કરવી જરૂરી બની છે કે જો આ પેન્શન યોજના મંજુર ના કરી તો મોટું નુકસાન થઇ શકે છે. રસ્તાપર ઉતારેલો આ શિક્ષિત કર્મચારીઓએ નો જુવાળ ખુબ આક્રમક બન્યો છે. આ વર્ષે આ પાર કે પેલી પર ની રાજનીતિ કરવા તૈયાર થયા છે.

વિડિઓ જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી નર્મદા

error: