Satya Tv News

જંબુસરમાં બિલ્કીસબાનો કેસના ગુનેગારોને છોડી મૂકવાનો નિર્ણય

નિર્ણયને પરત લેવા એહલે સુન્નત વ જમાઅત કમિટી દ્વારા આવેદન

એહલે સુન્નત વ જમાઅત પ્રમુખની આગેવાનીમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર

બિલ્કીસ બાનો કેસના ગુનેગારોને છોડી મૂકવાના નિર્ણયને પરત લેવા જંબુસર એહલે સુન્નત વ જમાઅત કમિટી દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ગુજરાતનાં કોમી તોફાનો સમયે બિલકિસ બાનો પર ગેંગ રેપ અને તેણીના પરીવારના સભ્યોની હત્યાના કેસમાં ગુનેગાર સાબિત થયેલાઓને માફી આપી છોડી મૂકવાના નિર્ણયને પરત લેવા જંબુસર એહલે સુન્નત વ જમાઅત પ્રમુખ જાકીરભાઈ દલની આગેવાનીમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ભુરીયા બાપુ હમીદભાઈ પટેલ મૌલાના અખ્તર હાફેઝ ઈલ્યાસભાઈ સહિત હાજર રહ્યા હતા.આવેદનપત્ર આપવા માટે સલીમભાઈ શેખજી સમીરભાઇ મલેક ગુલામભાઇ મલેક બાબુભાઈ પટેલ હાજર રહ્યાં હતાં.

વિડિઓ જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર

error: