Satya Tv News

હાંસોટના કુડાદરા ગામે 73મો વન મહોત્સવ

વન મહોત્સવની ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને ઉજવણી

આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં

હાંસોટ તાલુકા ના કુડાદરા ગામે 73માં વન મહોત્સવની ધારાસભ્ય ઇશ્વર સિંહ પટેલના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી.

સામાજિક વનીકરણ રેન્જ અંકલેશ્વર ના ઉપક્રમે 73 માં તાલુકા કક્ષા ના વન મહોત્સવ ના ભાગ રૂપે કુડાદરા પ્રાથમિક શાળાનાં પટાંગણમાં ગતિશીલ ગુજરાત ની ધરતીને વૃક્ષ વાળી, હરિયાળી,રમણીય,લીલીછમ બનાવવા માટે લોક ભાગીદારી થી ઉજવણી કાર્યક્રમ ધારાસભ્ય ઇશ્વર સિંહ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે નાયબ કલેકટર નૈમીષા પટેલ, નાયબ મામલતદાર ધનેશ પટેલ, મેડીકલ ઓફીસર ડૉ. ખુશ્બુ પટેલ, આર. એફ. ઓ. ડી. વી ડામોર, વનીકરણ રેન્જ અંકલેશ્વર ના સ્ટાફ ના કર્મચારીઓ, કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ગેમલ સિંહ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.

વિડિઓ જર્નાલિસ્ટ હેમંત ચાસીયા સાથે સત્યા ટીવી હાંસોટ

error: