વાલિયા તાલુકો દીપડાઓનું આશ્રય સ્થાન બન્યો
વાલિયા ગામ સહિત તુણા ગામને જોડતા માર્ગ ઉપર દીપડો નજરે પડ્યો
દીપડો નજરે પડ્યો હોવાનો વિડીયો સામે આવ્યો
દીપડાઓના વસવાટને લઈ ખેડૂતોએ જીવના જોખમે ખેતી કરવા મજબુર
વાલિયા ગામના આશાપુરા ટ્રેડર્સ બાદ વાલિયા-તુણા ગામને જોડતા માર્ગ ઉપર બપોરના સમયે દિપડો બેઠો હોવાનો વિડીયો કાર ચાલકે મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો
ગત તારીખ-૨૨મી ઓગસ્ટના રોજ રાતે ૧૦:૪૦ કલાકે વાલિયા-નેત્રંગ રોડ ઉપર જલારામ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ આશાપુરા ટ્રેડર્સની દીવાલ કુદી કદાવર દીપડો અંદર પ્રવેશ કરી પાલતું રોટ વીલર શ્વાનનું મારણ કરી તેને ફાડી ખાધો હતો હતો આ આશાપુરા ટ્રેડર્સના માલિક કિરણ લીમ્બાણીએ વાલિયા વન વિભાગના આર.એફ.ઓને જાણ કરતા તેઓએ મારણ સાથે કમ્પાઉન્ડમાં અને નજીકના ખેતરમાં ત્રણ જેટલા પાંજરા મુક્યા હતા 23મી ઓગસ્ટના રોજ રાતે ૮:૩૦ કલાકે શિકારની શોધમાં નીકળેલ દીપડો ખેતરમાં મુકેલ પાંજરામાં મારણ કરવા આવતા અઢી વર્ષનો કદાવર દીપડો પાંજરે પુરાયો હતો જે બાદ 13 દિવસ બાદ ગતરોજ સાંજના સમયે જલારામ સોસાયટી પાસે ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો જે બાદ આજરોજ ભરૂચ વાલિયાથી તુણા ગામને જોડતા અંતરિયાળ માર્ગ પર દીપડો નજરે ચઢ્યો હતો ભર બપોરે દીપડો માર્ગની બાજુમાં બેઠો દીપડાને કાર ચાલકે મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો જે વિડીયો સામે આવતા જ લોકો ભયભીત બન્યા છે ગામના ખેડૂતોએ પણ સીમમાં પાંચ જેટલા દીપડાઓ પરિવાર સાથે ફરતા હોવાનો શૂર મીલાવ્યો હતો ત્યારે વન વિભાગ દ્વારા તાત્કાલિક ગામની સીમમાં મારણ સાથે પાંજરું મુકવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે.
વિડિઓ જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા