Satya Tv News

✍️ નરેન્દ્રભાઈ દવે

સનાતન ધર્મની પરંપરામાં જેમણે દેશ-વિદેશમાં ૧૨૦૦ થી અધિક મંદિરો, ૧૧૦૦ થી વધુ સુશિક્ષિત સંતો સમાજમાં મૂકીને ભારતીય હિંદુ સંસ્કૃતિની જ્યોત અચળ પ્રજ્વલિત રાખી છે તેવા પ્રમુખસ્વામી મહારાજને યાદ કરીને આ “પાવનકારી સંત સંમેલનમાં” મોટી સંખ્યામાં પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિ, પળો વાગોળી ગુણાનુગાન ગાઈને પ્રમુખસ્વામી મહારાજને ભાવાંજલિ સમર્પિત કરવામાં આવેલ.

 આ સંતો મહંતોને રેડ કાર્પેટનું સન્માન આપીને પૂજ્ય ભક્તિતનય સ્વામીએ મુખ્ય દ્વાર પર આવકાર્યા હતા. બાળકોએ પુષ્પવૃષ્ટિથી સંતોને વધાવ્યા હતા. મંદિરમાં તથા નીલકંઠ વર્ણી અભિષેક મંડપમાં દર્શન, અભિષેક કરીને સહુ પૂજનીય સંતોએ સભા મંડપમાં સભામંચ શોભાવ્યું હતું. સંસ્થાના પ્રસિદ્ધ વક્તા પૂજ્ય અપૂર્વમુની સ્વામીએ સ્વાગત પ્રવચન દ્વારા સૌ પૂજનીય સંતોને સત્કાર્યા હતા.  પ્રમુખસ્વામી મહારાજના સેવા સંગાથી  એવા પૂજ્ય ડૉ.વિવેક સાગર સ્વામી ઉપસ્થિત રહ્યા હતાં.




  આ ભવ્ય પાવનકારી સંત સંમેલનમાં  પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુ , પૂજ્ય હરિહરાનંદ બાપુ, પૂજ્ય શેરનાથ બાપુ  શ્રી મહેન્દ્રગીરીબાપુ ,શ્રી રાજેન્દ્રદાસજી ,તોરણીયા.  સતાધારના મહંતશ્રી વિજય બાપુ, શ્રી મહેશ ગીરી બાપુ  (ગુરુદત્તાત્રેય) શ્રી મહાદેવ ગીરી બાપુ, અવધૂત આશ્રમ, શ્રી  પ્રેમ સ્વરૂપ સ્વામી , સ્વામિ મંદિર જુનાગઢ રામસ્વરૂપદાસજી (ચેલૈયાની જગ્યા, બીલખા) વગેરે અનેક સંતો મહંતો ધર્માચાર્યે ગાદીપતિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

બી.એ.પી.એસ સંસ્થા વતી પૂજ્ય વિવેક સાગર સ્વામી એ સાધુ સમાજ નું સન્માન કરતાં વક્તવ્ય આપ્યું હતું, પૂજ્ય ભક્તિતનય સ્વામી, પૂજ્ય શ્રીજી પ્રકાશ સ્વામી, પૂજ્ય કોઠારી ધર્મ વિનય સ્વામી વગેરે સંતોએ સૌ પૂજનીય સંત મહંતોને શાલ ઓઢાડીને પુષ્પાહાર પહેરાવીને વંદન કરીને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે બી.એ.પી.એસ સંસ્થાના વર્તમાન ગુરુ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજે વિડીયો દ્વારા સૌ સંતોનો દર્શન કરીને અભિવાદન કર્યું હતું.
આ સમયે જુનાગઢના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં સભામાં ઉપસ્થિત રહીને સહુ સંતો ધર્માચાર્યોનાં દર્શન અમૃતવાણીનો લાભ લઈને આનંદિત થયા હતા.

પૂજ્ય કોઠારી સ્વામીએ સહુ સંત સમાજનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો. સંત સંમેલન બાદ જુનાગઢ બી.એ.પી.એસ મંદિરના સહુ સંતો બ્રાહ્મણ ભક્તોએ ખૂબ જ ઉમંગ અને સ્નેહથી પૂજનીય સાધુ સંતોને સ્વયં જાતે પીરસીને ભોજન પ્રસાદ જમાડ્યો હતો.

error: