Satya Tv News

ચીનના સોશિયલ મીડિયા પર જે વીડિયો શેર કરવામાં આવ્યા છે તેમાં ઇમારતો સ્પષ્ટપણે હલતી દેખાઇ રહી હતી. ભૂકંપને કારણે અત્યાર સુધીમાં કેટલું નુકસાન થયું છે તે અત્યાર સુધીમાં જાણી શકાયું નથી. જો કે મોતના આંકડાથી વહીવટી તંત્રની ચિતા વધી ગઇ છે.

જે સિચુઆન પ્રાંતમાં ભૂકંપ આવ્યો છે તે તિબેટના પાડોશમાં આવેલું છે. ઉલ્લેખનીય છે કે સિચુઆન પ્રાંતમાં ૨૦૦૮માં ૮.૨ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં ૬૯,૦૦૦થી વધુ લોકોનાં મોત થયા હતાં. જ્યારે ૨૦૧૩માં ફરીથી ભૂકંપ આવ્યો હતો અને તેની તીવ્રતા ૭ તી અને તેમાં ૨૦૦ લોકોનાં મોત થયા હતાં.

ઉલ્લેખનીય છે કે સિચુઆન પ્રાંત કોરોના ઉપરાંત અસહ્ય ગરમી અને દુકાળનો પણ સામનો કરી રહ્યું છે. આ વિસ્તાર ભૂકંપની દ્રષ્ટિએ પહેલાથી જ સંવેદનશીલ છે અને સમયાંતરે અહીં ભૂકંપના આંચકા આવતા રહે છે.

ચીનની સત્તાવાર ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર ચાઇના અર્થકેક નેટવર્ક સેન્ટરે જારી કરેલા અહેવાલ મુજબ આજે આવેલા ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૧૬ કિમી નીચે હતું.

error: