Satya Tv News

દેશ-ગુજરાતની સુખાકારી-સમૃદ્ધિની પ્રાર્થના કરી અને મંદિર પરિસરની મુલાકાત લીધી હતી.

✍️ નરેન્દ્રભાઈ દવે

જૂનાગઢ: તા.પ ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે ગિરનાર પર્વત સ્થિત “મૉં અંબા”ના ભાવપૂર્વક દર્શન કરી માતાજીની પૂજા અર્ચના અને આરતી કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે દેશ અને ગુજરાતની સુખાકારી- સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.

 પાટીલ ઉડન ખટોલાના માધ્યમથી મૉં અંબા ના દર્શન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન મંત્રીએ ગરવા ગિરનારના સૌંદર્યને રસપૂર્વક  નિહાળ્યું હતું. 

જૂનાગઢ ગિરનાર ઉપર પ્રથમ વખત યાત્રાને અવિસ્મરણીય ગણાવતાં જણાવ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રવાસન-પર્યટન ક્ષેત્રે ખૂબ વિકાસ થયો છે. પર્યટન સ્થળોએ અધ્યતન સુવિધાઓમાં વિકસાવવામાં આવી છે. જેનો લાભ યાત્રાળુ અને પર્યટકોને મળી રહ્યો છે. ખાસ કરીને આ વિસ્તારમાં આધ્યાત્મિક વિરાસતની સાથે પ્રાકૃતિક સૌંદર્ય ભરપૂર છે. આ સાથે ગિરનાર પર્વત પર એશિયાનો સૌથી મોટો રોપ વે નિર્માણ થવાથી આવનારા સમયમાં આ સ્થળ એક આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ તરીકે ઉભરી આવશે. અંતમાં પાટીલેઉમેર્યું કે, દર વર્ષે ૧૨ લાખ શ્રદ્ધાળુઓના રોપ વેના માધ્યમથી “મૉં અંબા”ના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે મંદિર પરિસરનો વિકાસ પણ એટલો જ જરૂરી બન્યો છે

  પાટીલની આ યાત્રા દરમિયાન સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મંત્રી દેવાભાઈ માલમ, મેયર ગીતાબેન પરમાર, અગ્રણી સર્વ પુનિતભાઈ શર્મા, જસાભાઈ બારડ, એભાભાઈ કટારા સહિતના મહાનુભાવો સાથે રહ્યા હતાં. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા પૂજારીઓએ માતાજીની ચુંદડી પ્રસાદી રૂપ અર્પણ કરીને સન્માનિત કર્યા હતાં.
error: