વછનાદ સીમ માંથી મળી આવેલ માનવ કંકાલ ભાવેશ રાઠોડ નો હોવાનું ખુલ્યુ
ચપ્પલ,ટીશર્ટ-પેન્ટ અને ચાંદી ની લકી ઉપરથી માનવ કંકાલ નો ભેદ ઉકેલાયો
પોલીસ ભાવેશ ના માનવ કંકાલ ની ચોકસાઈ અર્થે તેને સુરત ફોરેન્સીક લેબમાં લઇ ગઇ
વાગરા પોલીસ ને મળી આવેલ માનવ કંકાલ નો ભેદ ઉકેલવામાં સફળતા સાંપડી હતી.વછનાદ ના ગુમ થયેલ યુવક નું માનવ કંકાલ હોવાનું બહાર આવ્યુ હતુ.ચપ્પલ,ટીશર્ટ-પેન્ટ અને ચાંદી ની લકી ના આધારે યુવક ની ઓળખ છતી થવા પામી હતી.
વછનાદ ગામનો યુવક ગુમ થયા ની જાણવા જોગ ફરિયાદ વાગરા પોલીસ મથકે બે મહિના અગાઉ નોંધાવા પામી હતી.સતત શોધખોળ છતાં ગુમ યુવક ભાવેશ રાઠોડ નો કોઈજ અતો પતો મળ્યો ન હતો.ગતરોજ પોલીસ ને માહિતી સાંપડી હતી કે વછનાદ ગામની સીમમાં આવેલ કેલોદ વગા માં લીમડા ના ઝાડ નીચે માનવ કંકાલ પડેલ છે.જેની તપાસ અર્થે વાગરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.અને બે મહિના અગાઉ ગુમ થયેલા યુવક ના પરિજનોને બોલાવ્યા હતા.જ્યાં યુવક ના પિતા જસવંતભાઈ રાઠોડે ચપ્પલ,ટીશર્ટ-પેન્ટ અને ચાંદી ની લકી તેમના નાના પુત્ર ભાવેશ નું હોવાનું જણાવ્યુ હતુ.જેના આધારે હાડપિંજર ભાવેશ નું હોવાનું ખુલ્યુ હતુ.આ અંગે યુવક ના પિતા એ યુવક કોઈ કામ ધંધો કરતો ન હોઇ તેથી જે તે સમયે ઠપકો આપી પોતાની સાથે કામ પર આવવા જણાવ્યુ હતુ.આ બાબતનું તેને માઠું લાગતા તે ઘરે થી નીકળી ગયો હતો.યુવકે લીમડા ના ઝાડ પર લટકી ફાંસો ખાઈ લીધો હતો.સમય જતાં ભાવેશ ની બોડી ડી કમ્પોઝ થઈ જતા તેને ગળા નું હાડકુ માત્ર દોરડા માં લટકેલુ હતુ.જ્યારે ભાવેશ ના અન્ય હાડકાં ઓ જમીન ઉપર પડેલા નજરે પડ્યા હતા.પોલીસ ભાવેશ ના માનવ કંકાલ ની ચોકસાઈ અર્થે તેને સુરત ફોરેન્સીક લેબમાં લઇ ગઇ હોવાની માહિતી સાંપડી છે.પોલીસે માનવ કંકાલ સંદર્ભે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ, સત્યા ટીવી વાગરા