Satya Tv News

પતિ પત્ની વચ્ચે અણબનાવ થયા બાદ પિયરમાં રહેતી પત્નીએ પતિ સામે ભરણપોષણનો દાવો દાખલ કર્યો હતો જેમાં કોર્ટે ભરણ પોષણ ચૂકવવાનો આદેશ કર્યો હતો. જોકે, કોર્ટના આદેશ બાદ પણ ભરણ પોષણની 34 મહિનાની રૂા.7,14,000ની રકમ ચૂકવવામાં ન આવતાં ન્યાયાધીશે આરોપી પતિને 34 મહિનાની સાદી કેદની સજા તેમજ દંટ ફટકાર્યો હતો.

હાલ વડોદરા ખાતે રહેતી મહિલાના લગ્ન સુજીત શાહ સાથે 15 વર્ષ પહેલા થયા હતા. લગ્ન જીવન દરમિયાન તે બે સંતાનોની માતા બની હતી. તેમાં એક બાળકની ઉમર હાલ 11 વર્ષની અને બાજી બાળકની ઉમર 3 વર્ષની છે. પતિ પત્ની વચ્ચે અણબનાવ થતાં મહિલા બાળકો સાથે વડોદરા પિયર આવી હતી. તેણે એડવોકેટ નમીષા ઘોત્રે મારફતે પતિ સામે ભરણ પોષણનો દાવો કર્યો હતો. કોર્ટે પતિની આવકને ધ્યાનમાં રાખીને મહિલા તેમજ તેના બાળકોને દર મહિને રૂા.21 હજાર ચૂકવવાનો આદેશ કર્યો હતો.

કોર્ટના આદેશ બાદ પતિએ ભરણ પોષણની રકમ ચૂકવી ન હોવાથી મહિલાએ અદાલતમાં દાદ માગી હતી. ભરણ પોષણની રકમ ચૂકવવામાં આવતી ન હોય કોર્ટે સુજીત સામે નોટીસ કાઢવાનો આદેશ કર્યો હતો. જો કે, તેમ છતાં તે હાજર ન થતાં તેની સામે જપ્તી વોરંટ કાઢવામાં આવ્યું હતું. ફરિયાદી તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, કોર્ટના આદેશ બાદ 34 મહિનાથી ભરણ પોષણની રકમ ચૂકવવામાં નથી આવી એટલે કોર્ટે આરોપીને ભરણ પોષણની રકમ ન ચૂકવવા બદલ 34 મહિનાની સાદી કેદની સજા અને રૂા.2 હજાર દંડ કરવાનો આદેશ કર્યો હતો

error: