ગામના વિકાસ કામો માટે રૂ. ૫૦,૦૦૦ નો ચેક અર્પણ કરતા કલેકટર શ્વેતાતેવતિયા
પિરામલ ફાઉન્ડેશનનાં બુનિયાદી શિક્ષા અભિયાનને ખૂલ્લું મુકાયું
નીતિ આયોગ અને નર્મદા જિલ્લા વહિવટીતંત્રનાં સંયુક્ત ઉપક્રમે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ નર્મદા જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨માં વિવિધ તબક્કામાં સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં જિલ્લાની તાલુકા-ગ્રામ પંચાયતો પૈકી નક્કી કરવામાં આવેલા પેરામીટર્સનાં આધારે શ્રેષ્ઠ તાલુકા-ગ્રામ પંચાયતની પસંદગી કરવી, શાળા કક્ષાએ “ મારા સપનાનું ભારત અને ગૂડ ગવર્નન્સ” થીમ આધારિત વિદ્યાર્થીઓ વચ્ચે વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધા, જિલ્લાનાં અધિકારીઓ માટે “Seeking Ideas on Transforming India” વિષય પર નિબંધ સ્પર્ધા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા યોજાઈ હતી. આ સમગ્ર કાર્યક્રમનાં નોડલ અધિકારી તરીકે જિલ્લા આયોજન અધિકારી એસ.એસ.પાંડે તેમજ શ્રેષ્ઠ તાલુકા-ગ્રામ પંચાયતની પસંદગી માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુધાબેન વસાવા અને શાળા કક્ષાની સ્પર્ધાઓ માટે જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલની નોડલ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી હતી. જિલ્લાની તમામ સ્પર્ધા-કાર્યક્રમોનું સંકલન પિરામલ ફાઉન્ડેશનનાં જિલ્લા કો- ઓર્ડીનેટર સુરેશભાઈ વસાવા અને ગાંધી ફેલો નયનપાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું.
શ્રેષ્ઠ તાલુકા-ગ્રામ પંચાયતની પસંદગી માટે સ્પર્ધામાં ભાગ લીધેલ ગ્રામ પંચાયતો પૈકી નીતિ આયોગનાં નક્કી કરવામાં આવેલા પેરામીટર્સ કોવીડ મેનેજમેન્ટ, સ્વચ્છતા, સેનિટેશન વગેરેના આધારે નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાની પોઈચા ગ્રામ પંચાયતને શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે પસંદ કરવામાં આવી હતી. જે માટે જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાનાં હસ્તે સરપંચ પોઈચા ગ્રામ પંચાયતને પ્રમાણપત્ર તેમજ ગામના વિકાસ કામો માટે રૂ. ૫૦,૦૦૦ (પચાસ હજાર) નો ચેક ઇનામ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શાળાનાં વિદ્યાર્થીઓ વચ્ચે યોજાયેલી સ્પર્ધાઓમાં જિલ્લા કક્ષાએ વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવનાર કુમારી ભૂમિકાબેન.કે વસાવા બિરસામુંડા આશ્રમશાળા દાભવણ) , બીજા ક્રમે ક્રિશ્નાબેન એચ. વસાવા (ઉન્નતિ વિધ્યાલય-સોલીયા) અને ત્રીજા ક્રમે જાગૃતિબેન એ. પાડવી (સેલંબા હાઈસ્કૂલ-સેલંબા)ને જિલ્લા કલેકટરનાં હસ્તે અનુક્રમે રૂ. ૧૦ હજાર, રૂ. ૬ હજાર અને રૂ. ૪ હજારનાં ચેક તેમજ પ્રમાણપત્ર અને સ્મૃતિ ચિન્હો એનાયત કરવામાં આવ્યા હતા. આં ઉપરાંત ચિત્ર સ્પર્ધામાં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમાંકે આવનાર અનુક્રમે ભોઈ ભાવિન કુમાર વી., વસાવા ભાવિન કુમાર વી. અને પટેલ સાક્ષીબેન એ.ને અનુક્રમે રૂ.૫ હજાર, ૩ હજાર અને ૨ હજારનાં ચેક-પ્રમાણપત્રો તેમજ સ્મૃતિ ચિન્હો એનાયત કરાયા હતા. નિબંધ સ્પર્ધામાં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમાંકે પટેલ પલક હર્ષદભાઈ, વસાવા નિકુંજ કુમાર ડી. અને વસાવા અંકિતા બેન જે. ને અનુક્રમે રૂ.૫ હજાર, રૂ. ૩ હજાર અને રૂ. ૨ હજારનાં ચેક-પ્રમાણપત્રો તેમજ સ્મૃતિ ચિન્હો એનાયત કરાયા હતા. જિલ્લા કક્ષાએ અધિકારીઓ માટે યોજાયેલ નિબંધ સ્પર્ધામાં સૌથી શ્રેષ્ઠ નિબંધ લખનાર શિક્ષકબારીઆ મુકેશકુમાર ભીમસિંહ (સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા-આમલેથા)ને પણ જિલ્લા કલેકટરનાં હસ્તે પ્રમાણપત્ર અને મોમેન્ટો અર્પણ કરાયા હતા.
જિલ્લામાં યોજાયેલી વિવિધ સ્પર્ધાના વિજેતા તમામ વિદ્યાર્થીઓને જિલ્લા કલેકટર શ તેવતિયાએ પ્રોત્સાહન પૂરું પાડતા જણાવ્યું હતું કે, ખુબ સારો અભ્યાસ કરી હંમેશા શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરવો એ જ વિદ્યાર્થીના જીવનનું લક્ષ્ય હોય છે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો, એ દ્રષ્ટીએ અભ્યાસમાં ખુબ મહેનત કરી સારો રેન્ક મેળવી જીવનમાં સફળતા મેળવવા કલેકટરે સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
સાથોસાથ એસ્પિરેસઓનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત નીતિ આયોગના પ્રોજેક્ટ પાર્ટનર તરીકે નર્મદા જિલ્લામાં શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે કામ કરી રહેલા પિરામલ ફાઉન્ડેશન દ્વારા બુનિયાદી શિક્ષા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે તૈયાર કરાયેલા બુનિયાદી શિક્ષા અભિયાનનું અનાવરણ જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
વિડિઓ જર્નાલિસ્ટ દીપક જગતાપ સત્યા ટીવી રાજપીપલા