Satya Tv News

મોંઘવારી,બેરોજગારી મુદ્દે કોંગ્રેસ દ્વારા રાજ્યમાં બંધનું એલાન
બંધના એલાનને પગલે વાલિયાનું બજાર સ્વયંભૂ બંધ રહ્યું
શૈક્ષણિક સંસ્થાઓ પણ રહી બંધ

ભરૂચ જીલ્લામાં કોંગ્રેસના બંધના એલાનને પગલે વાલિયાનું બજાર સ્વયંભૂ બંધ રહ્યું હતું અને કોંગ્રેસના બંધના એલાનને સમર્થન આપ્યું હતું

મોંઘવારી,બેરોજગારી સહિતના મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યમાં સવારે ૮થી ૧૨ કલાક સુધી કોંગ્રેસ બંધનું એલાન આપવામાં આવ્યું હતું ભરૂચ જીલ્લામાં કોંગ્રેસના બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો ત્યારે વાલિયા ખાતે કોંગ્રેસના બંધના એલાનને પગલે વેપારીઓએ સ્વયંભૂ બંધ પડ્યું હતું અને કોંગ્રેસના બંધના એલાનને સમર્થન આપ્યું હતું જયારે શૈક્ષણિક સંસ્થાઓ ખાતે ગુજરાત પ્રદેશ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલાની આગેવાનીમાં બંધ પાડવા અપીલ કરાતા શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રહી હતી વાલિયા ખાતે બજારોના વેપારીઓ કોંગ્રેસના બંધના એલાનને સમર્થન આપતા વાલિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિજયસિંહ વસાવાએ તેઓનો આભાર વ્યકત કરી આ બંધના એલાનમાં વાલિયા કોંગ્રેસ સમિતિના હિતેન્દ્રસિંહ ખેર અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વિડિઓ જર્નલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા

error: