Satya Tv News

પ્રધાન મંત્રી ના હર ઘર જલ સે નલ ના મહત્વકાંક્ષી પ્રોજેકટ માં યશસ્વી કામગીરી કરનારા કર્મીઓએ પણ વિરોધ નોંધાવ્યો

વાસ્મો સર્વિસ રૂલ્સ – ૨૦૦૨ મુજબ પગાર ધોરણ,પી.એફ.,ગ્રેજ્યુએટી,ટ્રાન્સફર એલાઉન્સ,પોસ્ટ અપગ્રેડેશન,વીમો વગેરે લાભો નહિ અપાતા કર્મીઓમાં રોષ ની લાગણી

ભરૂચ જિલ્લા ના સરકાર સામે વિવિધ કર્મચારી મંડળે પોતાની માંગો ને લઈ રાજ્ય સરકાર સામે લડી લેવાના મૂડ માં જણાય રહ્યા છે.વાસ્મો ના કર્મચારીઓ પણ તેમની માંગણી ઓ સંતોષાય એ હેતુસર યોજનાબધ્ધ રીતે સરકાર વિરુદ્ધ કાર્યક્રમો આપશે.

ગુજરાત સરકાર સામે અનેક કર્મચારી સંગઠનો પોતાની પડતર માંગણીઓ ને લઈ એક પછી એક આવેદન પત્રો આપી તેમજ દેખાવો કરી પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે.સરકાર ને એક સાંધે ત્યાં તેર તૂટી રહયા ની સ્થિતિ નું નિર્માણ થવા પામ્યુ છે. ગુજરાત માં પોતાની માંગો ને સંતોષવા રાજ્ય સરકાર સામે અલગ અલગ વિભાગ ના કર્મચારીઓ એ મેદાનમાં આવવાની ફરજ પડી છે.પ્રધાન મંત્રી ના દરેક ઘર ને પાણી મળે એવો મહત્વ કાંક્ષી હર ઘર સે જલ ના પ્રોજેકટ પર પ્રસંશનીય અને ઉત્તમ કામ કરતા ભરૂચ જિલ્લા ના વાસ્મો ના કર્મીઓ એ પણ વિવિધ માંગો જેમ કે વાસ્મો સર્વિસ રૂલ્સ – ૨૦૦૨ મુજબ પગાર ધોરણ,પી.એફ.,ગ્રેજ્યુએટી,ટ્રાન્સફર એલાઉન્સ,પોસ્ટ અપગ્રેડેશન,વીમો વગેરે આજદિન સુધી લાભ નહિ અપાતા કર્મચારીઓ માં રોષ ફાટી નીકળ્યો છે.અનેક વાર સરકાર માં યોગ્ય જગ્યાએ રજૂઆતો કરવા છતાં પરિણામ નહિ મળતા વાસ્મો કર્મચારી કલ્યાણ સંગઠન- ગાંધીનગર ના નેજા હેઠળ માંગવામાં આવેલ માંગણી ઓ સંતોષાશે નહિ તો આગામી દિવસોમાં આયોજનબધ્ધ રીતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવતા વાતાવરણ ગરમાઈ જવા પામ્યુ છે.ભરૂચ વાસ્મો ના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ સરકાર નહિ સ્વીકારે તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરશે.

જર્નાલિસ્ટ ઝફર ઘડીમલ સાથે સત્યા ટીવી વાગરા

error: