Satya Tv News

મોઘવારી અને બેરોજગારી મુદ્દે પ્રદેશ કોંગ્રેસ કક્ષાએ થી સવારે ૮ કલાક થી બપોરના ૧૨ વાગ્યા સુધી સાંકેતિક ગુજરાત બંધની જાહેરાત કરાઈ હતી.જે અનુસંધાને રાજયમાં વિધાનસભાની ચૂંટણીને લઈને હવે વિવિધ રાજકીય પક્ષો ધીરે ધીરે જનતાને આકર્ષવા મેદાને ઊતર્યા છે.ત્યારે વાગરા ખાતે આજ રોજ વહેલી સવારે કોંગ્રેસ અગ્રણી અને કાર્યકરો વાગરા નગર ખાતે દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા.પરંતુ દુકાનો હજી ખૂલી ના હોઇ જેનો લાભ લેવાનું તેઓ ચુક્યા ન હતા.કોંગ્રેસી કાર્યકરોએ બંધ દુકાનોના ફોટા તેમજ વિડીયો બનાવી સોશ્યલ મીડિયામાં વાગરા ના લોકોએ તેમજ વેપારીઓએ બંધને સમર્થન કર્યું છે તેવું જુઠ્ઠાણુ ચલાવવામાં આવ્યુ હતુ.એક તરફ કોંગ્રેસીઓ દ્વારા સવારે ૮ વાગ્યાના સમયે દુકાનો ખુલી ન હતી તે સમયના દુકાનોના વિડીયો શુટ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યુ હતુ.જ્યારે બીજી તરફ મીડિયા કર્મી દ્વારા ૧૦ વાગ્યાના અરસામાં શુટ કરાયેલી કોંગ્રેસની ઓફિસ સહિત જુદા જુદા વિસ્તારોમાં ખુલ્લી દુકાનો નજરે પડી હતી.

વાગરમાં કોંગ્રેસ પ્રેરિત બંધ નું શૂરશુરિયું………..!!!!!

મોંઘવારી તેમજ બેરોજગારી મુદ્દે કોંગ્રેસ દ્વારા આંશિક બંધ નું એલાન આપવામાં આવ્યુ હતુ.સવાર થી લઇ ને બપોરે ૧૨ વાગ્યા સુધી બંધનું એલાન એલાન હોવા છતાંય વાગરા નગર ખાતે વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર રાબેતા મુજબ ચાલુ રખાયા હતા.કોંગ્રેસના સ્વૈચ્છિક બંધના એલાન ને સફળ બનાવવા ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રયાસ હાથ ધરાયા હતા.પરંતુ વાગરા કોંગ્રેસ જાણે નિષ્ક્રિય રહી હોય તેવું ચિત્ર સામે આવ્યુ હતુ.કોંગ્રેસ ની નિષ્ક્રિયતા ની ચાડી ખાતી ખુલ્લી દુકાનો ની તસ્વીરમાં વાગરા નગર સ્થિત તાલુકા કોંગ્રેસ કાર્યાલય ની લગોલગ અડી ને આવેલ દુકાનો પણ રાબેતા મુજબ ચાલુ નજરે પડી હતી.આ ખુલ્લી દુકાનો કોંગ્રેસ કાર્યકરો સહિત લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સત્યા ટીવી વાગરા

error: