જંગલ ખાતા ના કર્મીઓ અચોક્કસ મુદ્દત માટે રજા પર ઉતરતા કામકાજ ઠપ્પ થશે
જંગલ વિસ્તારમાં જંગલી પ્રાણીઓ અને વૃક્ષો કાપવાની સમસ્યા ઉદ્દભવવા ની શક્યતાઓ
નેત્રંગ ના બજાર માં દીપડા ના પગલાં દેખાતા સ્થાનિકોમાં ભય નો માહોલ
ભરૂચ જિલ્લા ના જંગલ ખાતા ના વનપાલ અને વન રક્ષક કર્મીઓ પડતર માંગણીઓ સંદર્ભે અચોક્કસ મુદ્દત સુધી રજા પર ઉતરી જતા કામકાજ ઠપ્પ થઈ ગયુ છે.બીજી તરફ ભરૂચ જિલ્લા માં નોર્મલ નું જંગલ ૩૦ હજાર હેકટર આવેલુ છે.જેમાં વન્ય પ્રાણીઓથી નુકશાન થવાની ભીતિ ને નકારી શકાય એમ નથી.
ભરૂચ જિલ્લાની ૧૦ રેન્જ ફોરેસ્ટ ઓફીસ આવેલી છે.વનપાલ અને વન રક્ષક કર્મીઓએ પોતાના હક માટે છેલ્લા બે વર્ષ થી લડત આપી રહ્યા છે.તેમ છતાં રાજ્ય સરકાર દ્ધારા કોઈ ઉચિત નિર્ણય નહિ લેવાતા વન વિભાગ ના અસરગ્રસ્ત કર્મીઓએ સામુહિક રજા પર ઉતરી જતા વહીવટી અડચણ ઉભી થવા પામી છે.જેની સીધી અસર જિલ્લા નું નોર્મલ નું જંગલ ૩૦ હજાર હેકટર પર પણ થવા પામી છે.નોર્મલ જંગલ માં વન્ય પ્રાણીઓમાં દીપડો,હરણ,જરખ,અજગર,કાચબા,નોડિયા,સાપ અને મગર જેવા પ્રાણીઓ નો સમાવેશ થાય છે.અચોક્કસ મુદ્દત ની રજા પર વન્ય કર્મીઓ ઉતરી જતા નોર્મલ જંગલ ની આસપાસ ના ગામડાઓમાં વન્ય પ્રાણીઓ નો ભય સતાવી રહ્યો છે.તો બીજી તરફ રોડ સાઈડ માં કારેલ વાવેતર ને નુકશાન થવાની સંભાવના રહેલી છે.જિલ્લા ની નેત્રંગ તથા ઝગડીયા રેન્જ અત્યંત સેન્સેટિવ વિસ્તારમાં હોય ત્યાં ગેર કાયદેસર ખેડાણ જંગલ માં કટિંગ જેવી પરિસ્થિતિ નું નિર્માણ થઈ શકે છે.જિલ્લા ના ૬૦ જેટલા વનપાલ અને વન રક્ષકો એ પોતાની માંગણી ઓ રાજ્ય સરકાર સ્વીકારે એ હેતુસર ડી.સી.એફ અને નોર્મલ એ.સી.એફ ને આવેદન પત્ર પાઠવ્યુ હતુ.અને જ્યાં સુધી વન કર્મીઓના હકો ના મામલે રાજ્ય સરકાર નિર્ણય ના લે ત્યાં સુધી કર્મીઓ અચોક્કસ મુદ્દત ની રજા પર ઉતરી જતા વન વિભાગ ની કામગીરી ઠપ્પ થઈ જવા પામી હતી.સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ નેત્રંગ ના બજાર માં દીપડા ના પગલાં જોવા મળતા સ્થાનિકોમાં ભય ની લાગણી પ્રસરી જવા પામી હતી.
જર્નાલીસ્ટ ઝફર ગડીમલ સત્યા ટીવી વાગરા